________________
૩૦૫
સામાયિક પાઠ આઠ કોડિ પરિ છપ્પન લાખ જુ સહસ સત્યાગું, થ્યારિ શતક પરિ અસી એક જિનમંદિર જાણું વ્યંતર જ્યોતિષી માંહિ સંખ્ય રહિત જિનમંદિર, જિનગૃહ વંદન કરૂં હરહુ મમ પાપ સંઘકર.૨૮
મન, વચન અને કાયાના મદને મૂકીને, અત્યંત નમ્રભાવ લાવીને ત્રણ આવર્ત આદિ ક્રિયા કરીને, મસ્તક ઉપર બેઉ હાથ જોડીને, સર્વ શાશ્વત જિનપ્રતિમાઓને હું મસ્તક નમાવીને નમસ્કાર કરું છું. ત્રણે લોકમાં જે કૃત્રિમ તથા અકૃત્રિમ ચેત્યાલય (જિનમંદિર) છે તેમાં તથા અઢી તપમાં જે કૃત્રિમ તથા આઠ કરોડ છપ્પન લાખ સત્તાણું હજાર ચારસો ને એકાશી (૮,૫૬,૯૭,૪૮૧) અકૃત્રિમ ચેત્યાલય છે તે સર્વમાં વિરાજમાન જિનપ્રતિમાઓને તથા વ્યંતર અને જ્યોતિષી દેવોના નિવાસોમાં જે અસંખ્યાત જિનમંદિરો છે તેમાં વિરાજમાન સર્વ જિનપ્રતિમાઓને હું ભક્તિભાવે વંદન કરું છું અને મારાં સર્વ પાપના સમુદાયનો નાશ કરું છું.
સામાયિક સમ નાહિ ઔર કોઉ વૈર મિટાયક, સામાયિક સમ નાહિ ઔર કોઉ મૈત્રી દાયક; શ્રાવક અણુવ્રત આદિ અંત સપ્તમ ગુણસ્થાનક, યહ આવશ્યક કિયે હોય નિશ્ચય દુઃખહાનક. ૨૯ મુક્તાત્મા, સિદ્ધાત્મા, પરમાત્માનું અનંત જ્ઞાન દર્શન સુખ અને વીર્યાદિથી પરિપૂર્ણ જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે તેવું જ મારું અને જગતના સર્વ જીવોનું મૂળ શુદ્ધ સ્વરૂપ છે એમ પરમ કૃપાળુ શ્રીમદ્ સદ્ગુરુની કૃપાથી જો જાણ્યું છે તો દ્રવ્ય દ્રષ્ટિએ “સર્વ જીવ છે સિદ્ધ સમ,” સર્વ જીવ પરમાત્મા સમાન છે,
20