________________
સામાયિક પાઠ
૩૦૩ દે ઉપદેશ ઉદ્ધાર તારિ ભવસિંદુ જીવઘન, આપ બસે શિવ માંહિ તાહિ બંદી મનવચતન.૨૩
સાત હાથ ઊંચી કાયાવાળા, જન્મમરણના ભયને ભાંગી નાખનાર, બાળ બ્રહ્મચારી, શેય (જાણવા યોગ્ય), હેય (ત્યાગવા યોગ્ય), ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) એ ત્રણેનું જ્ઞાન થાય તેનો ઉપદેશ આપી, ઘણા જીવોના સમૂહને સંસારસમુદ્રથી ઉદ્ધારનાર, તારનાર બની હાલ મોક્ષના અતદ્રિય આત્મિક અનંત સુખમાં બિરાજમાન થયેલા હે મહાવીર પ્રભુ, આપને મન, વચન, કાયાથી હું પ્રણામ કરું છું.
જાકે વંદન થકી દોષ દુઃખ દૂરહિ જાવે, જાકે વંદન થકી મુક્તિ તિય સન્મુખ આવે; જાકે વંદન થકી વન્ય હોવૈ સુરગનકે, ઐસે વીર જિનેશ વંદિહીં ક્રમ યુગ તિનકે.૨૪ જેને વંદન કરવાથી આત્માની અશુદ્ધતારૂપ સર્વ દોષો અને સંસારપરિભ્રમણરૂપ સર્વ દુઃખો દૂર થઈ જાય છે, મુક્તિરૂપી સ્ત્રી સન્મુખ (સામી) આવે છે, ને સુરાસુરોના સમુદાયથી પૂજિત એવું પરમ ઇંદ્ર કે અર્ધપદ પ્રાપ્ત થાય છે, એવા વીર પ્રભુના ચરણયુગલને નમસ્કાર કરું છું.
સામાયિક પર્ કર્મમાંહિ વંદન યહ પંચમ, વિદે વીર જિનેન્દ્ર ઇન્દ્ર શત વન્ય વન્ય મમ; જન્મ મરણ ભય હરો કરો અઘશાંતિ શાંતિમય, મેં અદકોશ સુપોષ દોષકો દોષ વિનાશય.૨૫ સામાયિકનાં જે ષટું આવશ્યક કર્મ તે મધ્યે આ પાંચમું