________________
૩૦૨
નિત્યનિયમાદિ પાઠ
૫. વન્દના કર્મ વંદૂ મેં જિનવીર ધીર મહાવીર સુસન્મતિ, વર્તમાન અતિવીર વંદિહીં મન વચ તનકૃત; ત્રિશલા તનુજ મહેશ ઘીશ વિદ્યાપતિ વંદું, વંદું નિત પ્રતિ કનક રૂપ તનુ પાપ નિકંદૂ.૨૧
વીર, મહાવીર, સન્મતિ, વર્ધમાન, અને અતિવીર એવા (પાંચ નામે સુવિખ્યાત) હે જિનેન્દ્ર, આપને મન, વચન, કાયાએ કરી વંદું છું. હે ત્રિશલા માતાના પુત્ર, આપ અનંત આત્મઐશ્વર્યે યુક્ત હોવાથી મહેશ છો, આપ કેવલજ્ઞાની હોવાથી ઘીશ છો, વિદ્યાપતિ છો, આપને હું નિત્ય પ્રત્યે વંદું છું. કંચનવર્ણ કાયાના ઘારક હે પ્રભુ, આપને વંદતા મારાં પાપ (નિકં) દૂર કરું છું.
સિદ્ધારથ નૃપ નંદ લંદ દુઃખ દોષ મિટાવન, દુરિત દવાનલ જવલિત જવાલ જગ જીવ ઉતારન; કુંડલપુર કરિ જન્મ જગત જિય આનંદ કારન, વર્ષ બહારિ આયુ પાય સબહી દુઃખ ટારન.૨૨
હે સિદ્ધાર્થરાજાના પુત્ર ! જન્મમરણ, રાગદ્વેષ, હર્ષશોક આદિ વંદ્ર જનિત દુઃખ અને વિભાવિક ભાવરૂપ) સર્વ દોષને મટાડનાર, તથા દુઃખરૂપ દાવાનલની સળગતી (પ્રજવલિત)
જ્વાલામાં સળગી રહેલા જગતના જીવોને ઉદ્ધારનાર, આપ કુંડલપુરમાં જન્મ્યા છો, અને જગતના જીવોને પરમ આનંદનું કારણ બન્યા છો. આપ બોતેર વર્ષનું આયુષ્ય પામીને સર્વનાં દુ:ખનો નાશ કરનાર બન્યા છો.
સસ હસ્ત તનુ તુંગ ભંગ કૃત જન્મ મરન ભય, બાલ બ્રહ્મમય જોય હેય આદેય જ્ઞાનમય;