________________
૩૦૧
સામાયિક પાઠ મુનિસુવ્રત વ્રતકરન નમત સુરસંઘહિ નમિ જિન, નેમિનાથ જિન નેમિ ઘર્મરથમાંહિ જ્ઞાનઘન.૧૯
હે કુંથુનાથ ! આપ (કુંથ) કંથવા જેવા નાના જીવથી માંડી સર્વ જીવોના રક્ષક છો; હે અરનાથ ! આપ સંસારજાલને દૂર કરનારા છો, હે મલ્લિનાથ ! આપ મોહરૂપ મલ્લને મારવાને સમર્થ મલ્લ સમાન છો, આપ સત્ય ઘર્મોપદેશાદિક ઉત્કૃષ્ટ આચારને ઘરનારા છો. હે મુનિસુવ્રત પ્રભુ! આપ વ્રતને કરનારા છો, હે નમિજિન ! આપને સુર અસુરના સમૂહ નમે છે. હે નેમિનાથ ! આપ ઘર્મરૂપ રથની નેમિ (ચક્રની વાટ) સમાન છો, જ્ઞાનસમૂહ છો, અથવા જ્ઞાનરૂપ ઘનવાળા છો. (જ્ઞાનઘન પાઠાંતર)
પાર્શ્વનાથ જિન પાર્થ ઉપલ સમ મોક્ષરમાપતિ, વર્તમાન જિન નમોં વમ ભવદુઃખ કર્મકત; યા વિધિ મૈં જિનસંઘરૂપ ચઉવીસ સંખ્યઘર,
સ્ત નમું હું બારબાર વંદું શિવ સુખકર.૨૦ હે પાર્શ્વનાથ પ્રભુ ! આપ પારસમણિ સમાન, લોહરૂપ અજ્ઞાની જનોને કંચનરૂપ, આત્મજ્ઞાનદશામય બનાવનારા છો, આપ મોક્ષલક્ષ્મીના પતિ છો. હે વર્ધમાન જિન ! આપને નમું છું અને કર્મજનિત સંસારદુઃખને દૂર કરી દઉં છું. અર્થાતુ આપને નમન કરતાં મારાં સંસારદુઃખ દૂર થઈ જાય છે. આ પ્રકારે મોક્ષસુખના આપનાર ચોવીસ સંખાયુત જિનેશ્વરોના સમૂહને વારંવાર સ્તવું છું અને નમન કરું છું.
૧. પથ્થર, રત્ન, પારસમણિ.