________________
૩૦૦
નિત્યનિયમાદિ પાઠ પુષ્પદંત દમિ દોષકોષ ભવિ પોષ રોષ હર, શીતલ શીતલ કરન હરન ભવતાપ દોષ હર.૧૭
હે સુપાર્શ્વનાથ, આપે કર્મના પાશાબંઘન)નો નાશ કર્યો છે, અને આપનું જીવન અમને શુદ્ધ નિર્દોષ કરી સંસારથી તારનાર છે. હે ચંદ્રપ્રભ પ્રભુ, આપ ચંદ્રની કાંતિ જેવી મનોહર દેહની કાંતિના ઘરનારા છો. હે પુષ્પદંત (સુવિધિ) પ્રભુ ! આપ દોષના સમૂહને ટાળનારા, ભવ્ય જનોને મોક્ષમાર્ગમાં પોષ, પુષ્ટિ, સહાય આપનારા અને રોષ એટલે દ્વેષાદિને હરનારા છો. સંસારના તાપને હરનારા, પરમ આત્મશાંતિરૂપ શીતલતાના કરનારા હે શીતલનાથ પ્રભુ, અમારા સર્વ દોષને હરો, દૂર કરો.
શ્રેયરૂપ જિન શ્રેય ઘેય નિત સેય ભવ્યજન, વાસુપૂજ્ય શત પૂજ્ય વાસવાદિક ભવ ભય હન; વિમલ વિમલમતિ દેન અંતગત હૈ અનંત જિન, ઘર્મ શર્મ શિવ કરન શાંતિજિન શાંતિવિઘાયિન.૧૮
હે શ્રેયાંસ જિન ! આપ શ્રેય, કલ્યાણરૂપ છો, ભવ્યજનોના આપ નિત્ય સેવવા યોગ્ય ધ્યેય છો. હે વાસુપૂજ્ય પ્રભુ ! આપ સો ઇંદ્રોએ પૂજ્ય છો અને સંસારના ભયને હણનારા છો. હે વિમલનાથ પ્રભુ! આપ વિમલ, શુદ્ધ મતિના આપનારા છો. હે અનંતજિન ! આપ સંસાર (જન્મમરણાદિ) ના અંતને (મુક્તિને) પામ્યા છો. હે ઘર્મનાથ ! આપ (શર્મ) સુખ, આનંદપ્રદ (શિવ) કિલ્યાણ(મોક્ષ)ના કરનારા છો. હે શાંતિનાથ પ્રભુ ! આપ શાંતિના કરનારા છો.
કુંથ કુંથુમુખ જીવપાલ અરનાથ જાલહર, મલ્લિ મલ્લરામ મોહમલ્લ મારા પ્રચારઘર;