________________
સામાયિક પાઠ
મૈં અનાદિ જગજાલમાંહિ, ફૅસિ રૂપ ન જાણ્યો, એકેંદ્રિય દે આદિ જંતુકો પ્રાણ હરાણ્યો; તે અબ જીવસમૂહ સુનો મેરી યહ અરજી, ભવ ભવકો અપરાથ ક્ષમા કીજ્યો કરિ મરજી. ૧૫ અનાદિ કાળથી સંસારરૂપ જાળમાં ફસાઈને મેં મારું આત્મસ્વરૂપ જાણ્યું નહીં, તેથી એકેંદ્રિય, બેઇંદ્રિય આદિ જીવોના પ્રાણ હરણ કર્યા. તે સર્વ જીવસમૂહ આ મારી અરજ સુણજો, સાંભળજો, અને અનેક ભવમાં તમારા પ્રતિ મારા જે જે અપરાધ થયા હોય તે કૃપા કરીને ક્ષમા કરજો.
✩
૪. સ્તવન કર્મ
૨૯૯
નૌં રિષભ જિનદેવ અજિત જિન જીતિ કર્મકો, સંભવ ભવદુઃખ હરન કરન અભિનંદ શર્મકો; સુમતિ સુમતિદાતાર તાર ભવસિંધુ પાર કર, પદ્મપ્રભ પદ્માભ ભાનિ ભવભીતિ પ્રીતિ ઘર.૧૬ શ્રી ઋષભદેવ જિનેન્દ્રને તથા કર્મશત્રુને જિતનાર અજિત જિનને નમસ્કાર કરું છું. ભવદુઃખ એટલે જન્મમરણાદિ સંસારદુઃખ, તેને હરનારા સંભવનાથ પ્રભુને તથા મોક્ષસુખના આપનાર અભિનંદનજિનને નમું છું. સન્મતિના આપનાર હે સુમતિનાથ ! અમને સંસારસમુદ્રથી પાર તારજો. હે કમલ સમાન કાંતિવાળા પદ્મપ્રભ પ્રભુ ! અમારા ઉપર (પ્રીતિ) કૃપા કરીને અમારી ભવભીતિ (સંસારભય) ટાળજો.
શ્રી સુપાર્શ્વ કૃતપાશ નાશ ભવ જાસ શુદ્ધ કર, શ્રી ચંદ્રપ્રભ ચંદ્રકાંતિ સમ દેહકાંતિ થર;