________________
૨૮૬
નિત્યનિયમાદિ પાઠ પાંચ એકેન્દ્રિય સ્થાવર જીવોની રક્ષા કરવા કંઈ યત્ના, ઉપયોગ, કાળજી રાખી નહીં. જરૂર પડ્યે પાણી માટી આદિ વાપરતાં જીવ ઘાત થાય છે. પરંતુ એવો અરેરાટ મનમાં ન આવ્યો. પૃથિવી બહુ ખોદ કરાઈ, મહલાદિક જગા ચિનાઈ; બિન ગાલ્યો પુનિ જલ ઢોલ્યો, પંખાતેં પવન વિલોલ્યો.૧૯
પૃથ્વી (માટી) ઘણી ઘણી ખોદાવી અને મહેલ મકાન આદિ ચણાવ્યાં. વળી ગાળ્યા વગર પાણી ઢોળ્યાં. પંખા વડે પવન નાંખ્યો ઇત્યાદિ ઘણી હિંસા કરી. હા ! હા ! મેં અદયાચારી, બહુ હરિત જુકાય વિદારી; યા મધિ જીવનકે બંદા, હમ ખાયે ઘરી આનંદા.૨૦
હા! હા ! નિર્દય કઠોર દૂર આચારવાળા મને ધિક્કાર છે ! મેં બહુ હરિતકાય (વનસ્પતિ, લીલોતરી આદિ) જીવોને હણ્યા. સાધારણ વનસ્પતિ (બટાકા આદિ) કે જેમાં અનંત જીવોના સમૂહ હોય છે, તેને મેં હર્ષપૂર્વક રાજી થતાં થતાં ખાધી. હા ! મેં પરમાદ બસાઈ, બિન દેખે અગનિ જલાઈ; તા મધ્ય જીવ જે આયે, તે હૂ પરલોક સિઘા.૨૧
હા ! પ્રમાદને વશ થઈ જોયા વગર મેં અગ્નિ સળગાવ્યો તેમાં જે જીવો વચમાં આવ્યા તે પણ મરી ગયા. વિંઘો અન્ન રાતિ પિસાયો, ઇંઘન બિનસોધિ જલાયો, ઝાડુ લે જાગાં બુહારી, ચિટી આદિક જીવ વિદારી.૨૨
ખેલું (સડેલું) અનાજ રાત્રે અંઘારે દળાવ્યું, જોયા વગર લાકડાં બાળ્યાં. સાવરણી લઈ જગ્યા વાળી ઝૂડી, તેમાં કીડી વગેરે કેટલાય જીવો હણ્યા.