________________
આલોચના પાઠ
કિયે આહાર નિહાર વિહારા, ઇનમેં નહિ જગત વિચારા; બિન દેખી ઘરી ઉઠાઈ, બિન શોથી ભોજન ખાઈ.૧૫ આહાર (ભોજન) કરતાં, વિહાર કરતાં, અને નિહાર (મળમૂત્રાદિનો ત્યાગ) કરતાં, જીવોની રક્ષા કરવા યત્ના ઉપયોગ રાખ્યો નહીં. અવિચારપણે તે ક્રિયામાં પ્રવર્તો. જોયા તપાસ્યા વગર વસ્તુઓ ઉઠાવી કે મૂકી. શુદ્ઘ સાફ કર્યા વગર ભોજન ખાધાં.
૨૮૫
તબ હી પરમાદ સતાયો, બહુવિધ વિકલપ ઉપજાયો; કછુ સુધિ બુદ્ધિ નાહિ રહી હૈ, મિથ્યામતિ છાય ગઈ હૈ. ૧૬
તેમાં પ્રમાદથી પીડાયેલા મેં બહુ પ્રકારની વિકલ્પજાળ વિસ્તારી મૂકી. તેથી કંઈ ભાન કે સાન, શુદ્ધિ કે બુદ્ધિ કાંઈ રહ્યું નહીં. માત્ર મિથ્યા અજ્ઞાનમય બુદ્ધિનાં આવરણ મારા ઉપર ફરી વળ્યાં છે.
મરજાદા તુમ ઢિગ લીની, તામેં દોષ જુ કીની; ભિન ભિન અબ કૈસેં કહિયે, તુમ જ્ઞાનવિજ્જૈ સબ પઇયે. ૧૭
હે પ્રભુ ! તમારી પાસે જે જે મર્યાદા (આજ્ઞા, વ્રત, નિયમ આદિ) લીઘાં તેમાં અનેક દોષ અતિચારાદિ કર્યા. તે બધા જુદા જુદા આપની પાસે કેવી રીતે કહું ? આપ તો જ્ઞાનમાં મારા તે સર્વ દોષ જાણી રહ્યા છો !
હા ! હા ! મેં દુઠ અપરાધી, ત્રસ જીવન રાશિ વિરાધી; થાવરકી જતન ન કીની, ઉમેં કરુણા નહિ લીની.૧૮
હા ! હા ! મેં દુષ્ટ અપરાધીએ ત્રસ (હાલી ચાલી શકે તેવા બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંત) જીવોના સમૂહને નિર્દયપણે બહુ દુઃખી કર્યા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, એ