________________
આલોચના પાઠ
૨૮૭ જલ છાનિ જીવાની કીની, સોહૂ પુનિ ડારિ જુ દીની; નહિ જલ થાનક પહુંચાઈ, કિરિયા બિન પાપ ઉપાઈ.૨૩
પાણી ગાળીને સંખારો રહ્યો તે પણ ગમે ત્યાં નાખી દીધો પરંતુ પાણીની જગ્યાએ પહોંચાડ્યો નહીં, એવી રીતે ક્રિયા યત્ના વગર પાપ ઉપાર્જન કર્યા. જલ મલ મોરિનમેં ગિરાયો, કૃમિકુલ બહુ ઘાત કરાયો; નદિયનિ બિચ ચીર યુવાયે, કોસનકે જીવ મરાયે.૨૪
ગટરમાં મલમૂત્ર આદિ પાણી ઢોળ્યાં તેથી ત્યાં (કૃમિકલ) કેટલાય જીવોના સમુદાયની ઘાત કરી. નદી આદિમાં વસ્ત્રો ઘોયાં, ઘોવરાવ્યાં તેમાં અનેક (કોશ) ગાઉ સુધીના જીવોની હિંસા થઈ.
અન્નાદિક શોઘ કરાઈ, તામેં જુ જીવ વિસરાઈ; તિનકા નહિ જતન કરાયા, ગરિયારે ધૂપ કરાયા.૨૫
અનાજ આદિ વિણી સાફ કરાવ્યાં. તેમાં ઈયળ આદિ જીવો નીકળ્યા તેને ન મરી જાય તેવી સારી જગાએ ન મૂકતાં રસ્તામાં કે તડકામાં નાખ્યા.
પુનિ દ્રવ્ય કમાવન કાજે, બહુ આરંભ હિંસા સાજે; કિયે તિસનાવશ ભારી, કરુના નહિ પંચ વિચારી.૨૬
વળી ઘન કમાવા માટે બહુ હિંસક વ્યાપાર કર્યા. ત્યાં તૃષ્ણાને વશ થઈ અલ્પ પણ જીવદયા અંતરમાં વિચારી નહીં. ઇત્યાદિક પાપ અનંતા, હમ કીને શ્રી ભગવંતા; સંતતિ ચિરકાલ ઉપાઈ, વાનીૌં કહિય ન જાઈ.૨૭ ૧. રસ્તામાં ૨. તડકામાં ૩. નાખ્યા.