________________
૧૫
આલોચના પાઠ
૨૭૯
(દોહા)
વંદો પાંચો પ૨મ ગુરુ, ચૌવીસો જિનરાજ; કહું શુદ્ધ આલોચના, શુદ્ધ કરનકે કાજ. ૧
હે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત ! આપ પાંચેય શુદ્ધ, સહજ આત્મસ્વરૂપ છો. સમ્યક્દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્રરૂપ રત્નત્રય પ્રમુખ આત્માના સ્વાભાવિક સદ્ગુણો આપને વિષે પ્રગટેલા હોવાથી આપનામાં સાચી ગુરુતા, મહત્તા, આત્મઐશ્વર્ય પ્રગટ છે તેથી અમે કે જેને તેવા આત્મિક સદ્ગુણો નહીં પ્રગટેલા હોવાથી જન્મ મરણાદિ ભયંકર દુઃખમય સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ એવા સંસારી અજ્ઞાની જીવોના આપ પરમગુરુ છો. આત્મોન્નતિમાં અનન્ય ઉપકારક નિમિત્તરૂપ છો એવા આપ પાંચેય પરમેષ્ઠી તથા ચોવીશેય જિનેશ્વરોના પરમ પુનિત પદારવિંદને પરમ ભક્તિપૂર્ણ ભાવે નમસ્કાર કરીને મારા આત્માને લાગેલી
૧. ઋષભદેવ, ૨. અજિતનાથ, ૩. સંભવનાથ, ૪. અભિનંદન સ્વામી, ૫. સુમતિનાથ, ૬. પદ્મપ્રભસ્વામી, ૭. સુપાર્શ્વનાથ, ૮. ચંદ્રપ્રભ સ્વામી, ૯. સુવિધિનાથ, ૧૦. શીતળનાથ, ૧૧. શ્રેયાંસનાથ, ૧૨. વાસુપૂજ્ય સ્વામી, ૧૩. વિમળનાથ, ૧૪. અનંતનાથ, ૧૫. ધર્મનાથ, ૧૬. શાંતિનાથ, ૧૭. કુંથુનાથ, ૧૮. અરનાથ, ૧૯. મલ્લિનાથ, ૨૦. મુનિસુવ્રત સ્વામી, ૨૧. નમિનાથ, ૨૨. નેમિનાથ, ૨૩. પાર્શ્વનાથ, ૨૪. મહાવીર સ્વામી.