________________
૨૭૮
નિત્યનિયમાદિ પાઠ
નિશ્ચયથી મનવાંછિત ફલને પામે છે. તેને `આઠ સિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રાપ્ત થાય છે. તથા જે મનમાં શ્રદ્ધા, પ્રતીતિ કરે છે તેના મનની સમસ્ત ભ્રાન્તિરૂપ મિથ્યાત્વ અજ્ઞાન ભાવ છૂટી જાય છે અને પોતાના નિજ સ્વરૂપ શુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ, ભાન, જ્ઞાન, સાક્ષાત્કાર થાય છે, સર્વ પાપનો નાશ થઈ જાય છે, વિઘ્ર દૂર થઈ જાય છે, નિત્ય નવાં મંગલ પ્રાપ્ત થાય છે. અંતમાં કવિ રૂપચંદજી કહે છે કે ત્રણ લોકના સ્વામી જિન ભગવાન ચારેય સંઘ સહિત જયવન્ત વર્તો. શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત ભગવાનની જય હો.
૧. આઠ સિદ્ધિઓ ઃ ૧. સૂક્ષ્મ શરીર બનાવી લેવાની શક્તિને અણિમા કહે છે. ૨. શરીરને મોટું સ્થૂલ કરવાથી શક્તિ તેને મહિમા કહે છે. ૩. ભારે શરીર કરવાની શક્તિ તે ગરિમા. ૪. શરીર હલકું કરી લેવાની શક્તિ તે લઘિમા ૫. પૃથ્વી ઉપર રહીને આંગળી વડે સૂર્ય, ચંદ્ર આદિને સ્પર્શ કરવાની શક્તિને પ્રાપ્તિ કહે છે. ૬. જલમાં જમીન સમાન અને જમીનમાં જલ સમાન ચાલવાની શક્તિ તેને પ્રાકામ્ય કહે છે. ૭. ત્રણેય લોકની પ્રભુતા ઘારણ કરવાની શક્તિને ઈશત્વ કહે છે. ૮. સર્વ જીવોને વશ કરવાની શક્તિને વશિત્વ કહે છે.
૨. નવનિધિ : ૧. પાંડુ, ૨. કાલ, ૩. મહાકાલ, ૪. પદ્મ, ૫. નૈસર્પ, ૬. મનુષ્ય, ૭. શંખ ૮. પિંગલ, ૯. રત્ન એ નવ નિધિઓ ક્રમથી ધાન્ય, દરેક ઋતુ સંબંધી પદાર્થ, વાસણ, કપડાં, મકાન, હથિયાર, વાજિંત્ર, ઘરેણાં અને રત્ન આપે છે.