________________
૨૮૦
નિત્યનિયમાદિ પાઠ દોષરૂપ અશુદ્ધિ ટાળવા અને આત્મજ્ઞાન પ્રમુખ અનંત આત્મિક સગુણોની પ્રગટતારૂપ શુદ્ધ સ્વાભાવિક દશા પ્રાપ્ત કરવા શ્રીમદ્ સદ્ગુરુ સમક્ષ પોતાના દોષ પ્રગટ કરવારૂપ આ આલોચના કહું છું.
સખી છંદ (૧૪ માત્રા) સુનિયે જિન અરજ હમારી, હમ દોષ કિયે અતિ ભારી; તિનકી અબ નિવૃત્તિ કાજા, તુમ સરણ લહી જિનરાજા. ૨
રાગ, દ્વેષ, અજ્ઞાન ઇત્યાદિ સંસારશત્રુને જેણે જીત્યા એવા હે જિન ! આપ કૃપા કરી અમારી અરજ સાંભળો. મેં મહા અતિશય ભારે દોષ કર્યા છે. તે સર્વ દોષ દૂર કરવાને માટે છે જિનરાજ ! હું આપનું શરણ, આશ્રય ગ્રહણ કરું છું.
ઇક બે તે ચઉ ઇંદ્રી વા, મનરહિત સહિત જે જીવા; તિનકી નહીં કરુના ઘારી, નિરદઈ હૈ ઘાત વિચારી. ૩
એકન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને મનરહિત (અસંજ્ઞી) પંચેન્દ્રિય તથા મનસહિત (સંજ્ઞી) પંચેન્દ્રિય એવા જીવોની મેં દયા કરી નથી, નિર્દય થઈને કઠોર ચિત્તે મેં ઘાત કરવાના હિંસાના ભાવ કર્યા છે.
સમારંભ સમારંભ આરંભ, મન વચ તન કીને પ્રારંભ; કૃત કારિત મોદન કરિકે, ક્રોઘાદિ ચતુષ્ટય ઘરિકે. ૪ શત આઠ જુ ઇમ ભેદનĂ, અઘ કીને પરછેદનલૈં, તિનકી કહું કોલ કહાની, તુમ જાનત કેવલજ્ઞાની. ૫
પ્રમાદવશે જીવોને મારવાનો જે સંકલ્પ તે સમારંભ હિંસાદિ પાપોની પ્રવૃત્તિનાં સાઘનોને એકઠાં કરવાં તે સમારંભ;