________________
૨૭૨
નિત્યનિયમાદિ પાઠ શકાય તેમ છે? કે જ્યાં ઇન્દ્ર આવીને મહોત્સવ કર્યો અતિશય શોભાયમાન સભા બનાવી અને ભગવાને ઘર્મ ઉપદેશ દીઘો, ભગવાનની વાણી ખરવા લાગી.
સુઘા, તૃષા અરુ રાગ, દ્વેષ અસુહાવને, જનમ જરા અરુ મરણ, ત્રિદોષ ભયાવને; રોગ સોગ ભય વિસ્મય અરુ નિદ્રા ઘની,
ખેદ સ્વેદ મદ મોહ, અરતિ ચિંતા ગની. ગનિયે અઠારહ દોષ તિનકરિ, રહિત દેવ નિરંજનો, નવ પરમ કેવલ લબ્ધિ મંડિત, વિરમનિ મનરંજનો; શ્રી જ્ઞાન કલ્યાણક સુમહિમા, સુનત સબ સુખ પાવહીં, ભણિ “રૂપચંદ સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં.૨૧
૧) ભૂખ, (૨) તરસ, (૩) રાગ, (૪) દ્વેષ, (૫) જન્મ, (૬) વૃદ્ધાવસ્થા, (૭) મરણ, (૮) રોગ, (૯) શોક, (૧૦) ભય, (૧૧) આશ્ચર્ય, (૧૨) નિદ્રા, (૧૩) ખેદ, થાક, (૧૪) પરસેવો, (૧૫) મદ, ગર્વ, (૧૬) મોહ, (૧૭) અરતિ, અરુચિ, (૧૮) ચિંતા, એ અઢાર દોષ છે. અંજન એટલે દોષ, મલિનતા. નિરંજન એટલે દોષ રહિત, નિર્દોષ. અર્થાત્ ચાર ઘાતિયાં કર્મને નાશ થઈ જવાથી કેવલી ભગવાનને ઉપરોક્ત અઢાર દોષમાંનો એક્રેય દોષ રહ્યો નથી તેથી તે નિર્દોષ નિરંજન દેવ છે. તે ભગવાન (૧) ક્ષાયિક સમ્યકત્વ, (૨) ક્ષાયિક ચારિત્ર, (૩) કેવલજ્ઞાન, (૪) કેવલ દર્શન, (૫) અનંત દાન, (૬) અનંત લાભ, (૭) અનંત ભોગ, (૮) અનંત ઉપભોગ અને (૯) અનંત વીર્ય, એ નવ કેવલજ્ઞાનની લબ્ધિઓથી વિભૂષિત થઈને શિવરમણી એટલે મોક્ષલક્ષ્મીના મનને રંજન કરનાર પતિ થયા