SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેન્દ્ર પંચકલ્યાણક ૨૭૧ રાજહીં ચૌદહ ચારુ અતિશય, દેવરચિત સુહાવને, જિનરાજ કેવલજ્ઞાન મહિમા, અવર કહત કહા બને; તબ ઇન્દ્ર આન કિયો મહોચ્છવ, સભા સોભિત અતિ બની, ઘર્મોપદેસ દિયો તહાં, ઉચ્છરિય વાની જિનતની.૨૦ (૧) ભગવાનનો ઉપદેશ સંપૂર્ણ અર્થયુક્ત એવી અર્ધમાગધી ભાષામાં થતો હતો કે જેને સૌ કોઈ સમજતા હતા. (૨) સર્વ જીવોમાં પરસ્પર મૈત્રીભાવ વર્તતો, જાતિવિરોધી જીવો પણ પરસ્પર મિત્રતાનો વર્તાવ કરતા. (૩) વનસ્પતિઓ, સર્વ ઋતુઓના ફળફુલથી ખીલી ઊઠતાં, મનને હરણ કરનાર થતી, અર્થાત્ સર્વ તુનાં સર્વ પ્રકારનાં ફળ ફુલ એક સમયે જ ફળતાં. (૪) પૃથ્વી દર્પણના જેવી નિર્મળ, સ્વચ્છ થઈ જતી. (૫) સુગંધી પવન સર્વ જીવોને આનંદ આપનાર મંદ ગતિથી વહન કરતો હતો. (૬) જે સ્ત્રીપુરુષ ભગવાનની સેવા કરતાં હતાં તેમને પરમ આનંદ થતો હતો. (૭) પવનકુમાર દેવો એક યોજન જેટલી પૃથ્વીને વાળીને સાફ રાખતા હતા. (૮) મેઘકુમાર દેવો સુગંધિત જલની વર્ષા કરતા હતા. (૯) ભગવાન જ્યારે અદ્ધર ચાલતા હતા ત્યારે દેવગણ ભગવાનના ચરણોની નીચે સુવર્ણ કમલ રચતા જતા હતા. (૧૦) પૃથ્વીની શોભા ચંદ્રમા જેવી થઈ રહેતી. આકાશ નિર્મળ થઈ જતું. (૧૧) દિશા નિર્મળ થઈ જતી હતી. (૧૨) ચારે પ્રકારના દેવો જય જયકાર કરતા હતા. (૧૩) ઘર્મચક્ર આગળ ચાલતું હતું. (૧૪) છત્ર, ચમર, ધ્વજા, ઘંટ આદિ આઠ મંગળ પદાર્થ સાથે રહેતા હતા. આ પ્રકારે દેવકૃત સુંદર ચૌદ અતિશય થતા હતા. કવિ કહે છે કે જિન ભગવાનના કેવલજ્ઞાનનો મહિમા બીજા કેટલો કહી
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy