________________
ર૭૦
નિત્યનિયમાદિ પાઠ (૧) સમવસરણની ચારે દિશાઓમાં બસો યોજન સુધીમાં (સમવસરણ સ્થાનથી ચારે તરફ સો સો યોજન પર્યત) સુકાળ થતો. (૨) ભગવાન આકાશમાં ગમન કરતા હતા. (૩) બસો યોજન સુઘી પ્રાણીહિંસા થતી નહીં અને નિરંતર પ્રકાશ હોવાથી રાત્રિદિવસનો ભેદ હતો નહીં. (૪) કોઈ ઉપસર્ગ થતા નહીં. (૫) ભગવાન આહાર કરતા નહીં. (૬) ભગવાનનાં ચાર દિશામાં ચાર મુખ દેખાતાં હતાં. (૭) તેઓ સર્વ વિદ્યાઓના સ્વામી હતા. (૮) શરીર છાયા રહિત સ્ફટિકમણિ સમાન અત્યંત નિર્મલ હતું. (૯) નેત્ર પલકારા (નિમેષ) રહિત હતાં. (૧૦) નખ અને વાળ વધતા ન હતા. આ દશ વિચિત્ર અતિશય ભગવાનને ઘાતિયા કર્મના નાશથી ઉત્પન્ન થયા હતા.
સકલ અરથમય માગવી, ભાષા જાનિયે, સકલ જીવગત મૈત્રી ભાવ બખાનિયે; સકલ રિતુજ ફલફૂલ, વનસ્પતિ મન હરે,
દરપન સમ મનિ અવનિ, પવન ગતિ અનુસરે. અનુસરે પરમાનંદ સબકો, નારિ નર જે સેવતા, જોજન પ્રમાણ ઘરા સુમાર્જહિં, જહાં મારુત દેવતા; પુનિ કરહિં મેઘકુમાર ગંઘોદક સુવૃષ્ટિ સુહાવની, પદકમલતર સુરખિપહિં કમલસુ, ઘરણિ સસિસોભા બની.૧૯
અમલ ગગનતલ અરુ દિસિ, તહેં અનુહારહી, ચતુરનિકાય દેવગણ, જય જય કારહીં; ઘર્મચક્ર ચલે આગે, રવિ જહાં લાજહીં,
પુનિ ભંગાર-પ્રમુખ વસુ, મંગલ રાજહીં. ૧. ઝારી આદિ આઠ મંગલ દ્રવ્ય.