________________
જિનેન્દ્ર પંચકલ્યાણક
૨૬૭
એકત્વવિતર્ક વિચાર ધ્યાનનો પ્રારંભ કર્યો. અને બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકના અંતે `સોળ પ્રકૃતિઓનો નાશ કર્યો; આ પ્રમાણે જિનેન્દ્ર ભગવાને ઘાતિયા કર્મોની ૬૩ પ્રકૃતિઓનો નાશ કર્યો અને બાર પ્રકારે તપશ્ચર્યા કરી. આ તપ કલ્યાણકનો મહિમા સાંભળીને સર્વ કોઈ સુખ પામે છે. રૂપચંદ કવિ કહે છે કે આખું જગત ભગવાનના તપકલ્યાણકનાં યશોગાન કરે છે.
૪. જ્ઞાનકલ્યાણક
તેનેં ગુણ થાન, સયોગી જિનેસુરો, અનન્ત ચતુષ્ટય મંડિત ભયો પરમેસુરો; સમવસરન તબ ઘનપતિ બહુવિધ નિરમયો,
આગમ જુગતિ પ્રમાણ ગગનતલ પરિઠયો. પરિઠયો ચિત્રવિચિત્ર મણિમય સભામંડપ સોહએ, તિહિ મધ્ય બારહ બને કોઠે, બનક સુરનર મોહએ; (૧૬) સાધારણ, (૧૭) અપ્રત્યાખ્યાન ક્રોધ, (૧૮) અ૰ માન, (૧૯) અ૦ માયા, (૨૦) અ૰ લોભ, (૨૧) પ્રત્યાખ્યાન ક્રોધ, (૨૨) પ્ર૦ માન, (૨૩) પ્ર૰ માયા (૨૪) પ્ર૰ લોભ, (૨૫) નપુંસક વેદ, (૨૬) શ્રી વેદ, (૨૭) હાસ્ય, (૨૮) રતિ, (૨૯) અતિ, (૩૦) શોક, (૩૧) ભય, (૩૨) જુગુપ્સા, (૩૩) પુરુષવેદ (૩૪) સંજ્વલન ક્રોધ, (૩૫) સં૰ માન (૩૬)
સં॰ માયા.
૧. સોળ પ્રકૃતિ :— [૧] નિદ્રા [૨] પ્રચલા [૩] મતિજ્ઞાનાવરણ [૪] શ્રુતજ્ઞાનાવરણ [૫] અવધિજ્ઞાનાવરણ [૬] મનઃપર્યયજ્ઞાનાવરણ [૭] કેવલજ્ઞાનાવરણ [૮] ચક્ષુદર્શનાવરણ [૯] અચક્ષુદર્શનાવરણ [૧૦] અવધિ દર્શનાવરણ [૧૧] કેવલ દર્શનાવરણ [૧૨] દાનાન્તરાય [૧૩] લાભાંતરાય [૧૪] ભોગાંતરાય [૧૫] ઉપભોગાંતરાય [૧૬] વીર્યંતરાય
૨. ઘાતિયા કર્મોની ૪૭ તથા અઘાતિયા કર્મોની ૧૬ મળી ત્રેસઠ.