________________
૨૬૬
નિત્યનિયમાદિ પાઠ
બળથી સાત પ્રકૃતિઓ નષ્ટ થઈ ગઈ. ત્યાર પછી અપ્રમત્તવિરત નામના સાતમા ગુણસ્થાનકે વિના પ્રયત્ને ચૈત્રણ પ્રકૃતિઓ નષ્ટ થઈને રત્નત્રયની વૃદ્ધિ થઈ. ત્યાર પછી ભગવાને અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણ (પરિણામ) કરીને પૃથવિતર્ક વિચાર નામના શુક્લ ઘ્યાનના બળથી કર્મને ક્ષય કરનાર પરિણામની પરંપરારૂપ ક્ષપકશ્રેણી માંડી.
પ્રકૃતિ છતીસ નન્હેં ગુણ, થાન વિનાસિયા, દસર્વે સૂચ્છમ લોભ, પ્રકૃતિ તાઁ નાસિયા; સુકલ ધ્યાન પદ દૂજો, પુનિ પ્રભુ પૂરિયો, બારહતેં ગુણ સોરહ, પ્રકૃતિ જુ સૂરિયો. સૂરિયો ત્રેસઠ પ્રકૃતિ ઇવિશ્વ-ઘાતિયા કરમનિતની; તપ કિયો ઘ્યાન પ્રર્યંત બારવિઘ ત્રિલોક સિરોમની; નિઃક્રમણ કલ્યાણક સુમહિમા, સુનત સબ સુખ પાવહીં, ભણિ‘રૂપચંદ’ સુદેવ જિનવર જગત મંગલ ગાવહીં.૧૫
ભગવાને નવમે અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે છત્રીસÎ પ્રકૃતિઓનો નાશ કર્યો અને દશમે ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભ પ્રકૃતિનો નાશ કર્યો, ત્યાર પછી શુક્લ ધ્યાનનો બીજો પાયો
૧. સાત પ્રકૃતિ ઃ- અનંતાનુબંધી, જેના કારણથી અનંત સંસારનો બંધ થાય તે, (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૪) લોભ, (૫) મિથ્યાત્વ મોહનીય (વિપરીત તત્ત્વશ્રદ્ધા), (૬) મિશ્ર મોહનીય, (૭) સમકિત મોહનીય.
૨. નરક આયુ, તિર્યંચ આયુ
અને દેવ આયુ.
૩. છત્રીસ પ્રકૃતિઓ (૧) નિદ્રા નિદ્રા (૨) પ્રચલા પ્રચલા (૩) સ્યાનગૃદ્ધિ, (૪) નરકગતિ, (૫) તિર્યંચગતિ (૬) એકેન્દ્રિય (૭) દ્વીન્દ્રિય (૮) ત્રીન્દ્રિય (૯) ચતુરિન્દ્રિય (૧૦) નરકગત્યાનુપૂર્વી, (૧૧) તિર્યંચગત્યાનુપૂર્વી, (૧૨) આતપ, (૧૩) ઉદ્યોત (૧૪) સ્થાવર (૧૫) સૂક્ષ્મ