________________
જિનેન્દ્ર પંચકલ્યાણક
૨૬૫
પોતાના મસ્તક, દાઢી અને મૂછના કેશનો લોચ કર્યો તથા સમસ્ત પરિગ્રહને છોડીને મહાપુરુષોએ ઘારણ કરવા યોગ્ય દુર્ઘર કઠિન પાંચ મહાવ્રતને ધારણ કર્યાં.
',
મણિમય ભાજન કેશ, પરિટ્ટિય સુરપતિ, છીર–સમુદ્ર જલ ખિપક૨ી, ગયો અમરાવતી; તપ સંજમબલ પ્રભુકો, મનપરજય ભયો, મૌનસહિત તપ કરત, કાલ કછુ તહુઁ ગયો. ગયો કછુ તðકાલ તપબલ, રિદ્ધિ વસુ વિધિ સિદ્ધિયા, જસુ ઘર્મધ્યાન બલેન ખયગય, સપ્ત પ્રકૃતિ પ્રસિદ્ધિયા, ખિપિસાતમેં ગુણ જતનવિન તહુઁ, તીન પ્રકૃતિ જુ બુધ્ધિ બઢિઉ, કરિ કરણ તીન પ્રથમ સુકલ બલ, ખિપકસેની પ્રભુ ચઢિઉ.૧૪
ઇન્દ્રે રત્નમય પેટીમાં ભગવાનના કેશ મૂકીને, તેને પાંચમા ક્ષીરસમુદ્રમાં પધરાવીને પોતે પોતાની સ્વર્ગપુરીમાં ચાલ્યો ગયો. પછી ભગવાનને તપ અને સંયમના પ્રભાવથી (બીજાના મનમાં સ્થિત પદાર્થને જાણવા તે રૂપ) મનઃપર્યયજ્ઞાન પ્રગટ થયું. ત્યાં મૌન સહિત તપ કરતાં કંઈક સમય વ્યતીત થયો ત્યારે તપના પ્રભાવથી આઠ પ્રકારની રિદ્ધિઓ સિદ્ધ થઈ, અને ધર્મધ્યાનના
૧. આઠ રિદ્ધિઓ : (૧) બુદ્ધિ ઋદ્ધિ (જ્ઞાન ઋદ્ધિ), (૨) ચારણક્રિયા ઋદ્ધિ (જ્યાં ચાહે ત્યાં ગમન કરવાની શક્તિ), (૩) વિક્રિયા ઋદ્ધિ (શરીરનાં નાના પ્રકારનાં રૂપ બનાવી લેવાં તે), (૪) તપ ઋદ્ધિ (જેથી કઠિન તપ કરી શકાય તે), (૫) બલ ઋદ્ધિ (જેના વડે મન વચન કાયાનું બળ મનમાન્યું કરી શકાય), (૬) ઔષધિ ઋદ્ધિ (જેનો પરસેવો અથવા શરીરની હવા સ્પર્શવાથી લોકોના રોગ દૂર થઈ જાય તે), (૭) ૨સ ઋદ્ધિ (જેના બળથી લૂખું સૂકું ભોજન પણ રસમય અને પૌષ્ટિક થઈ જાય), (૮) અક્ષીણ મહાન ઋદ્ધિ (જેના પ્રભાવથી ભોજન સામગ્રી અથવા સ્થાન વધી જાય.)