________________
૨૬૮
નિત્યનિયમાદિ પાઠ
મુનિ કલ્પવાસિનિ અરજિકા પુનિ, જ્યોતિ ભૌમ ભુવન તિયા, પુનિ ભવન વ્યંતર નભગ સુર નર, પસુનિ કોઠે ઐઠિયા.૧૬
જિનેન્દ્ર ભગવાન જ્યારે તેરમા સયોગી ગુણસ્થાનકે ચઢ્યા ત્યારે તેમને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્યરૂપ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ. તે અવસરે ઘનપતિએ શાસ્ત્રોમાં વર્ણન કર્યા મુજબ અને અનુમાનને અનુસરીને બહુ પ્રકારની રચના સહિત આકાશમાં સુંદર સમવસરણ બનાવ્યું. તેમાં ચિત્રવિચિત્ર મણિ રત્નોથી બનાવેલો સભામંડપ શોભી રહ્યો હતો. સમવસરણની વચમાં આંતરા પાડી (કોઠા રચી) બાર સભાઓ બનાવી હતી, જેની રચના દેખીને દેવ મનુષ્ય મોહિત થતા હતા. એ બાર સભાઓમાંથી પહેલીમાં મુનિઓ અને ગણધર, બીજીમાં કલ્પવાસી દેવોની દેવાંગનાઓ, ત્રીજીમાં આર્યા(સાધ્વી)ઓ, ચોથીમાં જ્યોતિષી દેવોની દેવીઓ, પાંચમીમાં વ્યંતર દેવોની દેવીઓ, છઠ્ઠીમાં ભવનવાસી દેવીઓ, સાતમીમાં ભવનવાસી દેવ, આઠમીમાં વ્યંતરદેવ, નવમીમાં જ્યોતિષી દેવ, દશમીમાં કલ્પવાસી દેવ, અગિયારમીમાં મનુષ્ય અને બારમીમાં પશુ બેઠાં હતા.
મધ્ય પ્રદેશ તીન, મણિપીઠ તાઁ બને, ગંઘકુટી સિંહાસન કમલ સુહાવને; તીન છત્ર સિર સોહત, ત્રિભુવન મોહએ, અંતરીચ્છ કમલાસન, પ્રભુતન સોહએ. સોહએ ચૌસઠ ચમર ઢરત, અસોક તરુ તલ છાજએ, પુનિ દિવ્ય ધુનિ પ્રતિસબદ જુત તહુઁ, દેવ દુંદુભિ બાજએ; સુરપુહપવૃષ્ટિ સુપ્રભામંડલ, કોટિ રવિ છવિ છાજએ, ઇમિ અષ્ટ અનુપમ પ્રાતિહારજ, વ૨ વિભૂતિ વિરાજએ.૧૭