________________
૨૫૬
નિત્યનિયમાદિ પાઠ
આ પ્રમાણે સ્વપ્રોનું ફળ સાંભળીને તથા વિચારીને ભગવાનનાં માતાપિતા બન્ને પરમ આનંદિત થયાં તથા ગર્ભમાં આવવા પહેલાંના છ માસની માફક (રત્નવર્ષાદિ ઉત્સવોથી) નવ મહિના પણ રાત્રિ દિવસ ઘણા આનંદથી વ્યતીત થઈ ગયા. આ ગર્ભકલ્યાણક મહોત્સવનો મહાન મહિમા સાંભળીને સૌ કોઈ સુખ પામે છે. રૂપચંદ્ર કવિ કહે છે કે આખું જગત સદેવ એવા જિનેશ્વર ભગવાનના ગર્ભકલ્યાણકનાં ગાન કરે છે.
૨ જન્મકલ્યાણક –
મતિ-સુત‘-અવધિવિરાજિત જિન જબ જનમિયો તિહૂઁ લોક ભયો છોભિત, સુરગન ભરમિયો; કલ્પવાસીઘર ઘંટ, રૈઅનાહદ બજ્જિયા, જોતિસિ–ઘર હરિનાદ, સહજ ગલગયિા. ગજ્જિયા સહજ હિ સંખ ભાવન-ભુવનTM સબદ સુહાવને, વિંતરનિલય પટુ પટહ બન્જહિં, કહત મહિમા કર્યોં બને; કંપિત સુરાસન અવધિબલ જિન-જનમ નિહથૈ જાનિયો, ધનરાજ તબ ગજરાજ માયામયી નિરમયો આનિયો. ૫
મતિ, શ્રુત અને અવઘિ એ ત્રણ જ્ઞાન સહિત ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે ત્રણે લોકમાં આનંદ કોલાહલ થવા લાગ્યો; કલ્પવાસી (ઊર્ધ્વ વિમાનોમાં રહેનારા) દેવોના ઘર પર તો આપોઆપ ઘંટ વાગવા લાગ્યા; સૂર્ય, ચંદ્ર, આદિ જ્યોતિષી દેવોના ઘર પર આપોઆપ સિંહનાદ થવા લાગ્યા, ભવનવાસી
૧. શ્રુતજ્ઞાન, ૨. અનાહત–વગાડ્યા વગર આપોઆપ, ૩. સિંહનાદ. ૪. ભવનવાસી દેવોના ઘર ૫૨, ૫. કુબેર, ૬. બનાવીને