________________
જિનેન્દ્ર પંચકલ્યાણક
૨પ૭ દેવોના ઘર પર શંખ વાગવા લાગ્યા, વ્યંતર દેવોના ઘર પર સારાં ઢોલ વાગવા માંડ્યાં. સર્વ દેવોનાં આસન કંપવા લાગ્યાં. દેવ સમૂહ આશ્ચર્યચકિત થયો. આ શું મહિમા બન્યો ? એમ પરસ્પર કહેવા લાગ્યા, અથવા તીર્થકરના જન્મ પ્રસંગે થતો મહિમા કેવી રીતે વર્ણવી શકું ? થોડીવારમાં અવધિજ્ઞાનથી સર્વેએ જાણ્યું કે જિન ભગવાનનો જન્મ થયો છે. એટલે ઘનપતિ કુબેર ઇંદ્રની આજ્ઞાથી માયામયી ઐરાવત હાથી બનાવીને લાવ્યો.
જોજન લાખ ગયંદ, વદન-સી નિરમ, વદન વદન વસુ દંત, દંત સર સંએ; સર સર સૌ-પનવીસ, કમલિની છાજહીં,
કમલિની કમલિની કમલ પચીસ વિરાજહીં. રાજહિ કમલિની કમલ "ઠોતર-સૌ મનોહર દલ બને, દલ-દહિં અપછર નટઈ નવરસ,હાવભાવ સુહાવને; મણિ કનકકિંકણી વર વિચિત્ર, સુ અમર મંડપ સોહએ, ગર ઘંટ ચૅવર ઘુજા પતાકા, દેખિ ત્રિભુવન મોહએ. ૬
આ ઐરાવત હાથીનો વિસ્તાર એક લાખ યોજનાનો હતો. તેને સો મુખ બનાવ્યાં હતાં. દરેક મુખે આઠ આઠ દાંત, દરેક દાંત ઉપર એક એક તળાવ, પ્રત્યેક તળાવમાં એકસો પચીસ કમલોની વેલો, દરેક વેલ ઉપર પચીસ પચીસ કમલ, દરેક કમલમાં એકસો આઠ એકસો આઠ (દલ) પાન હતાં. તે દરેક પાન ઉપર એક એક અપ્સરા સુંદર હાવભાવો સહિત નવરસયુક્ત
૧. એકસો મુખ. ૨. બનાવ્યું. ૩. એકસો પચીસ. ૪. કમળની વેલો. ૫. એકસો ને આઠ. ૬. પાન પાન ઉપર. ૭. શૃંગાર, વર, કરુણ, હાસ્ય, રૌદ્ર, બીભત્સ, ભયાનક, અભુત, શાંત એ નવરસ.
17