________________
જિનેન્દ્ર પંચકલ્યાણક
જિન ભગવાનની માતાને આ સોળ સ્વપ્ર આવ્યાં – ૧. ઐરાવત હાથી જેવો હાથી, ૨. શ્વેત બળદ, ૩. કેશવાળીથી શોભિત, નખથી શિખ (શીર્ષ) પર્યંત સર્વાંગ સુંદર સિંહ, ૪. કલશોથી સ્નાન કરતી લક્ષ્મીદેવી, ૫. પુષ્પની બે સુંદર માળા, ૬. સુંદર સૂર્યમંડળ, ૭. મનોહર ચંદ્રમંડળ, ૮. બે પવિત્ર માછલી, ૯. પવિત્ર જલથી ભરેલા બે સુવર્ણ કલશ, ૧૦. કમલોથી શોભિત સરોવર, ૧૧. તરંગોના સમૂહથી ઊછળતો સમુદ્ર, ૧૨. મનોહર સિંહાસન, ૧૩. સુંદર દેવવિમાન, ૧૪. ઊગતા સૂર્ય સમાન જમીનમાંથી નીકળતું ધરણેન્દ્રનું ભવન (મહેલ), ૧૫. સુંદર રત્નોની રાશિ (ઢગલો), ૧૬. પ્રકાશમય બળતી અગ્નિશિખા.
૨૫૫
યે સખિ સોરહ સુપને, સૂતી સયનહીં, દેખે માય મનોહર, પચ્છિમ રયનહીં; ઊઠિ પ્રભાત પિય પૂછિયો, અવધિ પ્રકાસિયો, ત્રિભુવનપતિ સુત હોસી, ફલ તિહુઁ ભાસિયો. ભાસિયો ફલ તિહિ ચિંતિ દંપતિ, પરમ આનંદિત ભયે, છહ માસર નવ માસ પુનિ તહુઁ રયન દિન સુખસૌં ગયે; ગર્ભાવતાર મહંત મહિમા, સુનત સબ સુખ પાવહીં; ભણિ ‘રૂપચંદ’ સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં. ૪
આ પ્રકારે ભગવાનની માતાએ રાત્રિના પાછલા પહોરમાં ઉપર લખેલાં સુંદર સોળ સ્વપ્ર જોયાં અને પ્રભાત સમયે પતિની પાસે જઈને તે સ્વપ્રનું ફળ પૂછ્યું. પતિએ અવધિજ્ઞાનથી જાણીને સર્વ સ્વપ્રનો જુદો જુદો અર્થ સમજાવીને સર્વનો સારાંશ કહ્યો કે, “તમારે ત્રણ લોકના સ્વામી તીર્થંકર પુત્ર થશે.''