________________
૨૫૨
१४
જિનેન્દ્ર પંચકલ્યાણક (સ્વર્ગીય કવિવર રૂપચંદ્રજી પાંડે કૃત)
મંગલગીત યા પંચમંગલ
પવિવિ પંચ પરમગુરુ ગુરુ જિનશાસનો, સકલસિદ્ધિદાતાર, સુ વિઘન વિનાસનો, સારદ અરુ ગુરુ ગૌતમ, સુમતિ પ્રકાસનો, મંગલકર ચઉ સંઘહિ, પાપ પણાસનો. પાપ હિ પણાસન ગુણહિ ગરુવા, દોષ અષ્ટાદશ રહિઉ, પરિ ધ્યાન કરમ વિનાસિ કેવલજ્ઞાન અવિચલ જિન લહિઉ: પ્રભુ પંચ કલ્યાણક વિરાજિત સકલ સુરનર ધ્યાવહીં; ત્રૈલોકનાથ" સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં. ૧
જિન શાસનને વિષે ગુરુ, સર્વોત્કૃષ્ટ, પ્રસિદ્ધ, પરમ પૂજ્ય એવા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત એ પાંચ પરમ ગુરુ કે જે સમસ્ત વિજ્ઞોને નાશ કરનારા અને સમસ્ત સિદ્ધિઓને આપનારા છે, તેમને નમસ્કાર કરું છું. ભગવાનની વાણીરૂપ શારદા-સરસ્વતી અને શ્રીમાન્ ગૌતમ ગણધર કે જે સજ્ઞાનનો પ્રકાશ કરનાર, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને કલ્યાણ કરનાર તથા પાપને નાશ કરનાર છે તેમને પણ નમસ્કાર કરું છું.
૧. પ્રણમામિ=નમસ્કાર કરું છું. ૨. મહાન-માટા ૩. રહિત