________________
૨૫૩
જિનેન્દ્ર પંચકલ્યાણક જે જિનેન્દ્ર ભગવાને પાપનો નાશ કર્યો છે, આત્માના અનંત જ્ઞાન દર્શન આદિ ગુણોની પ્રગટતાથી જે ગુરુ એટલે સર્વોત્કૃષ્ટ છે, (આ પંચકલ્યાણકની ર૧મી ગાથામાં જણાવ્યા છે તે) અઢાર દોષથી રહિત છે, ધ્યાનની એકાગ્રતાના બળે કરી જેણે (જ્ઞાનને ઢાંકનાર) જ્ઞાનાવરણીય, (દર્શન ગુણને ઢાંકનાર) દર્શનાવરણીય, (આત્માના સમ્યકત્વ અને ચારિત્રને વિપરીત કરનાર) મોહનીય, અને (વાંછિત કાર્યમાં વિઘ પહોંચાડનાર) અંતરાય એ ચાર ઘાતિયાં કર્મનો નાશ કરી જેણે અવિચળ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે પ્રભુ ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા (તપ) કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ
લ્યાણક એ પાંચ લ્યાણકોથી આ સંસારમાં સર્વોત્તમ શોભાયુક્ત વિરાજે છે, તે પ્રભુનું સર્વ દેવો અને મનુષ્યો ધ્યાન કરે છે તે ત્રણ લોકના નાથ સદેવ જિનેન્દ્ર ભગવાનનાં યશોગાન વૈલોક્યના સ્વામી સુરેન્દ્ર અસુરેન્દ્ર અને ચક્રવર્તી આદિ નરેન્દ્ર જગતભરમાં પ્રગટ કરે છે. ૧. ગર્ભકલ્યાણક – એ
જાકે ગરમ કલ્યાણક, ઘનપતિ આઈયો,
અવધિગ્યાન-પરવાન, સુ ઇન્દ્ર પઠાઈયો; રચિ નવ બારહ જોજન, ઉનયરિ સુહાવની,
*કનકરયણમણિમંડિત, મંદિર અતિ બની. અતિ બની પીરિપગાર પરિખા સુવન ઉપવન સોહએ, નર નારિ સુંદર ચતુરભેખ સુ, દેખ જનમન મોહએ;
૧. કુબેર. ૨. અવધિજ્ઞાનથી જાણીને ૩. નગરી. ૪. રણ= રત્ન, ૫. નગરના મોટા દરવાજા ૬. કોટ ૭. ખાઈ