________________
નિત્યનિયમાદિ પાઠ સત્સંગનો જોગ નથી અને સત્સંગમાં જે આજ્ઞા મળી છે તેનું સેવન થવું જોઈએ તે થતું નથી. અથવા સત્પરુષની કંઈક સેવા મળે તો ઉલ્લાસભાવ રહે; તેવી સેવા ન મળે ત્યારે સેવા કરવાની ભાવના થવી જોઈએ તે પણ થતી નથી. અથવા આત્મઘર્મ પામવા માટે પુરુષાર્થ કરવો જોઈએ તે થતો નથી. જોગ નથી એટલે યોગ્યતા નથી એમ પણ અર્થ બેસે.
સપુરુષની આજ્ઞામાં સર્વ પ્રકારે રહેવાય એવી કેવળ અર્પણતા નથી. સુમતિનાથના સ્તવનમાં બાહ્યાત્મા, અંતરાત્મા ને પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યા પછી શ્રી આનંદઘનજી કહે છે કે:
“બહિરાતમ તાઁ અંતર આતમા–
રૂપ થઈ થિરભાવ, સુજ્ઞાની, પરમાતમનું હો આતમ ભાવવું,
આતમ અર્પણ દાવ, સુજ્ઞાની. સુમતિ૫ આતમ અર્પણ વસ્તુ વિચારતાં,
ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની, પરમ પદારથ સંપત્તિ સંપજે,
આનંદઘન રસ પોષ, સુજ્ઞાની. સુમતિ ૬” પરમાત્મા પ્રત્યે એકતા થવાથી અને તે આશ્રયભાવનો અનુયોગ-વિચાર કરવાથી પણ શુદ્ધ સ્વરૂપ પામી શકાય છે. સદ્ગુરુને આશ્રયે મન, વચન, કાયાના યોગ પ્રવર્તાવે, હુંપણું ત્યાગે. અભિમાન, હુંપણું દરેક ક્રિયામાં થાય છે તે જ સમક્તિ થવામાં આડું આવે છે. તે મૂકીને સત્પરુષે જે વિચાર્યું છે, જે કર્યું છે ને કહ્યું છે તે જ ખરું છે, માટે હું તેને અનુસરીને જ વર્તુ. મારે મારું પોતાનું સપુરુષથી જુદું કે વિશેષ કંઈ કહેવા કરવાનું નથી એમ માત્ર આશ્રયે વર્તવું જોઈએ તે થતું નથી.