________________
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય અત્યંત નમ્રતા વિનય આવવાં જોઈએ. હે પરમ સ્વરૂપ ! આપને હું શું કહ્યું?
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. ૩
ગુરુદેવની આજ્ઞા રાગદ્વેષ રહિત સમભાવમાં રહેવાની છે. તેમાં અચળપણે–ક્ષણ પણ પ્રમાદ કર્યા વગર વર્તાતું નથી. શ્રદ્ધા મેરુ પર્વત જેવી અચળ-ઢ જોઈએ કે ગમે તે થાય, સંજોગો ગમે તેવા બને પરંતુ આત્મા જે કૃપાળુદેવે સમજાવ્યો છે તે સાચો છે એવી જે શ્રદ્ધા તે અડગ રહે. આમ અચળપણે આજ્ઞા આરાઘવા માટે તારામાં મને વિશ્વાસ ને બહુમાન જોઈએ કે તું કહે છે તે જ સત્ય, તે જ હિત છે.
સાચું સુખ સત્પષના કહેવા પ્રમાણે જ ચાલવામાં છે. તેમનાં વચનામૃત વાંચી તેમના પ્રત્યે બહુમાન થાય; વિશ્વાસ આવે કે મારું હિત આમાં જે છે તો પછી તારી આજ્ઞા અવશ્ય આરાઘાય. તારું જ્ઞાન, તારી દશા તેનું ભાન થઈ પરમ આદરભાવ પ્રગટે ને મારા દોષો જઈ વિનયાદિ ગુણો પ્રાપ્ત થાય.
એમ બાહ્યમાંથી નિવર્સી, અંતરાત્મા થઈ પરમાત્મા પ્રત્યે લીન થવાનો ઉપાય–સમક્તિનો માર્ગ આ દોહરાઓમાં વર્ણવ્યો છે. સમકિત થવાનાં એક પછી એક સાઘન બતાવે છે. પ્રથમ શુદ્ધ ભાવ, સર્વ તુજ રૂપ, લઘુતા, દીનતા અથવા અવંચકપણે શરણે રહું, આજ્ઞા અચળપણે આરાધું વગેરે.
જોગ નથી સત્સંગનો, નથ સત્સવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪