________________
આત્મસિદ્ધિશાસ્ર
૧૬૧
અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે; જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. (૫૬)
19
ભાવાર્થ :— “અથવા દેહ જ આતમા.... આ શંકા દૂર કરવા તર્કથી કહે છે કે દેહ જ આત્મા એટલે જ્ઞાનદર્શનરૂપ ચૈતન્ય હોય તો દેહ જાડો થાય તેમ જ્ઞાન વધવું જોઈએ અને પાતળો થાય તેમ ઘટવું જોઈએ પરંતુ તેમ બનતું નથી. ઊલટું ઘણી વાર પુષ્ટ શરીરધારી મલ્લ વગેરેમાં જ્ઞાન અલ્પ હોય છે અને કોઈ કૃશ થયા હોય છતાં મહા બુદ્ધિવાળા હોય છે. તપથી શરીર કૃશ થવા છતાં યોગીઓને અવધિ વગેરે વિશેષ જ્ઞાન પ્રગટે છે. દેહ તે જ આત્મા હોય તો આ પ્રમાણે બને નહીં. વિકલ્પબનાવ. (૫૬)
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ યભાવ. ૫૭ અર્થ :— કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાન છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. (૫૭)
ભાવાર્થ :— જડ ને ચેતન બે તદ્દન ભિન્ન છે છતાં એક મનાયાં છે તે પહેલી બે ગાથાઓમાં કહ્યું છતાં તે બરાબર દૃઢ કરી નાખવાની જરૂર હોવાથી ફરી સ્પષ્ટપણે કહે છે કે જડનો સ્વભાવ અને ચેતનનો સ્વભાવ એ બે તદ્દન જુદે જુદા છે.
11