________________
૧૬૦
નિત્યનિયમાદિ પાઠ નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. (૫૪)
ભાવાર્થ :- “... નહીં જુદું એંઘાણ.” એના ઉત્તરમાં કહે છે કે બાળ, યુવા, વૃદ્ધ, દેવ, નારક, મનુષ્ય, ભણેલા, અભણ એમ કર્માધીન અનેક અવસ્થાઓ પલટાય છે પરંતુ તે સર્વેમાં આત્મા તો તેનો તે જ રહે છે, પલટાતો નથી. કર્મને આધીન જડ દેહની અવસ્થાઓ છે. તેથી ભિન્ન ચૈતન્ય (જ્ઞાનદર્શન) ગુણની વિશેષતાથી અનુભવાતો આત્મા હંમેશા જુદો તરી આવે છે. (૫૪)
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીંએ કેવું જ્ઞાન ? ૫૫
અર્થ – ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, “તે છે એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું? (૫૫) | ભાવાર્થ – “વળી જો આત્મા હોય તો ...... ઘટપટ આદિ જેમ.” (૪૭) શિષ્ય પૂછ્યું કે આત્મા હોય તો જેમ ઘટ, પટ વગેરે દેખાય છે તેમ તે કેમ ન જણાય? તેના ઉત્તરમાં કહે છે કે તું ઘટ, પટ આદિ જુએ છે તો જોનાર વગર શી રીતે જુએ છે? જે જ્ઞાનરૂપ આત્મામાં ઘટ, પટ જણાય છે તે જાણનાર આત્માને જ તું ન માને એ તારું જ્ઞાન કેવું છે? (૫૫)
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહમતિ અલ્પ; દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬ અર્થ - દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે,