________________
મિરાતે અહમદીનું અસલ ફારસીમાંથી
ગુજરાતીમાં ભાષાંતર કરૂં જનાબ નિઝામુદ્દીન ફારૂકી ચિતિનું
લઘુ જન્મ ચરિત્ર.
અમીરૂલ મેમનીન ફારૂકે આઝમ ઉમર ખરાબ સાહેબના વંશના સુલતાન ઇબ્રાહીમ અઘહમ તથા કાબુલના બાદશાહ શાહ ફરૂખ કાબુલીના કુટુંબમાં તેતાલીસમી પેઢીએ ભાષાંતર કર્તાને જન્મ અમદાવાદ શહેરમાં થયે, ખાનદાનમાં પેગમ્બર સાહેબથી સેળમા મોટા પીરખાજા અજમેરી અને ખાજા સાહેબથી ઓગણીસમો પુરૂષ કર્તા છે, એ કુટુંબમાં તેમજ મોટા પીરાન પીરદસ્તગીરના કાદરી ખાનદાનમાં આ કુટુંબની બારમી પેઢી છે, ખાજા પીર તથા મોટા પીરના ખાનદાનની કન્યાઓ વડીલાઓને અપાયાથી ચેખ આત્મિક તેમ. શરીર સંબંધ આ ઉચા કુટુંબોથી ચાલતે આવેલો છે; એ કુટુંબીઓના ખાનદાનમાં મોટા મોટા બાદશાહ તથા અમીર ગરીબ મળી લાખો માણસે સેવક છે. સુલતાન અહમદ, સુલતાન મેહમુદ બેગડો તથા દિલ્હીના કેટલાક બાદશાહોના રાજગુરૂ હોવાનું માન આ ખાનદાન ધરાવે છે.
સુલતાન ઇબ્રાહીમ અઘહમ ત્થા શાહ ફરૂખ કાબુલી વિગેરેએ રાજ્ય ત્યાગ કરેલો તે વખતથી આ ખાનદાનમાં ધન દોલત ન રાખતાં ભક્તિની પુંજી ભેગી કરવાની આજ્ઞા માન્ય ગણાય છે, પિતાજીએ દોઢ વર્ષની ઉમરમાં ભાષાંતર કર્તાને પારણામાં મુકી પરલોકનો વાસ કર્યો, મહા સંકટ-દુઃખ વેઠી માતુશ્રીએ ઉછેરી ફારસી અરબીનું શિક્ષણ અપાવ્યું. દશ વર્ષની ઉમરે દક્ષિણ હૈદરાબાદે મુસાફરી થઇ ત્યાં અરબી ફારસીમાં સ તેષકારક અભ્યાસ કર્યો તથા તેને અનુભવ મેળવ્યો. ચઉદપંદર વર્ષે ગુજરાતી અંગ્રેજી અભ્યાસમાં પગ મુકી ચોવીસ પચીસ વર્ષની ઉમ૨માં મુનશી ને એફ. સી. ઈ. ની પરિક્ષાઓ પાસ કરી મેટ્રીકથી આગળ વધ્યા, ગુજરાત જી. પી. કોલેજ તથા હાઈસ્કુલ તથા મિશન સ્કૂલમાં અભ્યાસ