SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વર્નાકયુલર સ્કૂલ ફક્ત પાંચમા ઘેરણ સુધી જ શીખવતી હતી; પરન્તુ પિતાના રાજ્યનાં ત્રણ વર્ષ પછી તે નામદારશ્રીએ તે સંસ્થાને એક હાઈ સ્કૂલના રૂપમાં મુકી દીધી છે, અને તે ઉપરાંત પિતાનાં સ્વસ્થાનમાં નિશાબોની સંખ્યા પણ વધારી છે. જ્યારે તેઓ રાજ્યસન પર આવ્યા ત્યારે સ્ટેટ દેવામાં ડૂબી ગયું હતું પરંતુ પિતાના દીર્ધ દ્રષ્ટિવાળા રાજ્ય વહીવટથી તેઓશ્રીએ રાજ્યનું ઘણું ખરું દેવું પતાવી દીધું છે અને રાજ્યની મુલ્કી સ્થીતીમાં ઘણો સારો સુધારે અને આબરૂમાં મેટે વધારો કર્યો છે. પતે એક બાહોશ રાજ્યકર્તા ઉપરાંત શેખ સાહેબ તનમનની ખીલવણીને લગતી ઘણી જાતની રમતો રમવામાં કુશળ છે; અને “મીકેનીકલ સાયન્સમાં આગળ પડતે ભાગ લે છે. તે ઉપરાંત તેઓશ્રી સામાજીક સગુણેમાં પણ ઘણાં વખાણ પામેલા અને પ્રજાપ્રિય છે. પિતાના મીલનસાર સ્વભાવને લીધે તેઓ પિતાની પ્રજાની તમામ જાતમાં અને જનસમાજમાં પ્રીતિપાત્ર થયા છે. ના. શેખ સાહેબને ચાર પુત્રો છે જેઓ ઘણા ચાલાક જણાય છે. તેમાંના યુવરાજ કુમારશ્રી અબદુલ ખાલીક સાહેબ રાજકુમાર કોલેજની ડીપામા કલાસની પરીક્ષા સારે નંબરે ભાન ભરી રીતે પસાર કરી દેરાદુનમાં રાજકીય તાલીમી લશ્કરમાં થડા વખતથી જોડાયા છે.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy