________________
[ ૪૧ ] એક વર્ષે કેટલાક વેહેપારીઓએ અરજ કરી કે ચારસો ઇરાકી અને તુર્કી ઘોડાઓ ઈરાક અને ખુરાસાન દેશથી અમે લાવતા હતા અને તેની સાથે હિંદુસ્તાનમાં ખપત હીરકશી માલ હતું. તે એવી આશાથી લાવતા હતા કે સુલતાન સરકારને અમે વેચીશું. જ્યારે અમે આબુના પર્વતની તલેટીમાં પહોંચ્યા ત્યારે સોહીના રાજાએ અમારી પાસેથી એ સધળું લુંટી લીધું–તે એટલે સુધી કે જુનાં લુગડાં પણ અમારા શરીરપર રહેવા દીધાં નહીં. આ જુલમાટની દાદ ધર્મરક્ષક સુલતાન સરકાર શિવાય બીજે અમે ક્યાં માગીએ ? સુલતાને ઘોડાની કીમત અને માલનું મુલ એ લોકો પાસે લખાવીને તપાસી જોયું અને હુકમ કર્યો કે એનાં નાણું ખજાનામાંથી વહેપારીઓને આપી દે, કારણ કે આપણે સીરોહીના રાજાથી લઈ શકીએ છીએ. નાણાં લાવી સુલતાનની રૂબરૂમાં ગણી વહેપારીઓને આપી દીધાં. સુલતાને કુચ કરી મનસુબા ૨૫ ઘોડાની લગામ સીરેહી તરફ ફેરવી દીધી. (ગ) પહેલાં બોધપત્ર ત્યાંના રાજાને લખ્યો તેમાં એવું લખાણ હતું કે આ પત્ર પહોંચતાં જ ઘોર અને માલ મિલકત જે વેહેપારીઓ પાસેથી લીધી હોય તે અમારા નોકરને આપી દેવી, નહી તો સુલતાની નિશાન પહોંચેલાં સમજજે. રાજાએ પત્રથી માહિત થઈ તે પ્રમાણે ઘોડા અને માલ જે હતો તે પિતાની ઘણી યોગ્ય ભેટની સાથે સુલતાનની સેવામાં મોકલી દઈ ઘણી નમ્રતા દેખાડી પશ્ચાતાપ કર્યો. સુલતાન પાછો ફરી મુહમ્મદ-આબાદ આવ્યો, અને તે પછી ચાર વર્ષ સુધી એશઆરામથી મુહમ્મદ-આબાદમાં રહ્યો. પરંતુ ઉષ્ણતુ કે જેમાં ટેટીઓ પાકે છે તેમાં મુહમ્મદાબાદથી અહમદાબાદ આવતે હતો અને ત્યાં ત્રણ માસ રહી પાછો મુહમ્મદાબાદ જતો હતો.
સને ૯૦૪ હિજરીમાં જ્યારે અસીરને રાજકર્તા આદિલખાન ફારૂકીએ ઠરાવેલી ખંડણીમાં વાર કરી હતી તેથી તે તરફ સ્વારી કરી. તાપી નદીની ઉપર સુલતા- ૯૦૪ હિજરી. નના પહોંચતાં જ આદિલખાએ ખંડણી મોકલાવી અને માફી માગી, સુલતાને પાછા ફરતાં લશ્કરને નંદનબાર ( નઝરબાર ) ને રસ્તે રવાને કર્યું અને પોતે થાનેસરનો કિલ્લો જેવાને ગયો, અને નજરબારને મુકામે આવી લશ્કરને મળ્યો, અને ત્યાંથી મુહમ્મદાબાદ આવ્યો.
સને ૯૨૩ માં ચેવલબંદર તરફ ચઢાઈ લઈ ગયે, અને ત્યાંથી