________________
[ ૪ર ]
ફીગીઓની ખટપટને લીધે મુંબઇ તરફ ગયા માહરરમની પંદરમી તારીખે પેાતાની રાજધાનીમાં આવ્યેા.
* ૯૩ હિજરી.
ત્યારપછી આલમખાન બિન અહસનખાન સુલતાનની દીકરીને દીકરા કે જેને બાપ અસીર તથા બુરહાનપુરને હાકમ હતા. પેાતાની માતુશ્રીને કહેવા લાગ્યા કે સુલતાનને અરજ કરી કે આદિલખાન બિન મુબારક સાત વર્ષ થયાં ગુજરી ગયા છે અને તેણે કઇપણ સંતાન મુકયા શિવાય. આ સંસારના ત્યાગ કર્યો છે, અને અમારા એ મલેકરાજાની અવલાદના એક ધરપુત્રને બાદશાહ બનાવ્યા છે, અને તેને આદિલશાહ નામ આપ્યું છે, ને દેશના ઉપયાગના ગેરઉપયાગ કરે છે, જો સુલતાન મને ભોંયથી ઉચકી મારા બાપદાદાની ગાદી ઉપર બેસાડે તે દાસાને દાન કરવાની સુલતાની બુદ્ધીથી કષ્ટ દુર નંથી. સુલતાને તેની અરજ કબુલ કરી રજબ માસમાં અને મજકુરમાં આલમખાનને આસીરના હુકમ આપી નઝરખાર તરફ રવાને કર્યું. જ્યારે થાનેશ્વરમાં પહોંચ્યા ત્યારે બકરી પછી અહુસ નખાન કુંવર આલમખાનને આદિલખાનની પદવી આપી મેટા ચાર હાથીએ અને ત્રીશ લાખ ટકચાનું ઇનામ આપી આસીર અને બુરહાનપુરની હુકુમત ઉપર તેને નિમ્યા. મલેક લાડન ખિલજીને ખાનજહાંનુ માનનામ આપી સુલતાનપુર અને નજરબાર વચ્ચેનું ગામ ઇનામમાં આપ્યું, અને પેહેલાંથી મજકુર મલેકની જન્મભૂમી તેજ ગામ હતું. તેની નીમનાક આદિલખાં સાથે હરાવી, કેટલાક અમીરાતે નક્કી કર્યા આદિ લખાં પ્રફુલ્લિત મન સાથે આસીર તરફ્ રવાને થયા, અને સુલતાન પેાતાની રાજધાની તર પાછા ફર્યાં.
એજ વખતે સૈદિ
સુહમ્મદ જોનપુરી-કે જેમણે મહદી ( નિશકલ`ક અવતાર ) થવાનુ પ્રગટ કર્યું હતું, તે અહમદાબાદમાં આવ્યા અને જમાલપુરમાં તાજખાન બિન સાલારની મસીતમાં આવી ઉત્તયા, અને લોકોને એધ કરવા લાગ્યા. પંડિતા ( મેાલવીએ ) અને મહાન વિદ્યાનાએ તેમને મારી નાખવાના તવા લખ્યા જેથી સૈદ ત્યાંથી નાસીને પાટણ
* આ લખાણમાં ભુલ છે ૯૦૪ હિજરી બેઇએ. નવસા તેરમાં મુંબઇમાં ગયા ને ચારમાં પાહે આવ્યા. એ કેમ બની શકે ?
૧. ધર્મમાં કેટલા ફેરફાર કર્યાં છે તેનું વર્ણન પુસ્તકને અંતે