________________
ro
અલીંગ તળાવ અને વીરમગામ તથા સેારમાં બીજા તળાવા બધાવ્યા તે તેમને ક્રૂરતી પથ્થરાની પાળ કરી. સિધપુર કે જે તેજ રાજાનું વસાવેલું ગામ છે, તેમાં જગત્પ્રસિદ્ધ રૂમાલનુ દેવળ અધાવ્યું. એવું કહેછે કે જ્યારે રૂદ્રમાલ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેની મહુડી જોશી પાસે માગી ત્યારે તેમણે ભવિષ્ય ભાખ્યું કે, આ ઈમારતને સુલતાન અલાઉદ્દીન નામનેા બાદશાહ કે જે દીલ્હીના તખ઼પતિ થશે તેનાથી અકસ્માત આંચકા લાગશે. રાજાએ જોશીએનું ભવિષ્ય માન્ય કરી સુલતાનથી કરારનામું કર્યું સુલતાને કહ્યું કે જો કરારપ્રમાણે ખેદાન મેદાન નહીં કરૂં તે! શરેહની નિશાની ઉભી કરીશ કેટલાક વખત પછી જ્યારે સુલતાનને રાજ્ય મળ્યું ત્યારે તે તરફ લશ્કર લાવ્યા અને શરેહતી નિશાનીએ કે જે મસીદ તથા મીનારા છે તે કાયમ કરી. ઘણાં દેવળ તથા તળાવેા કે જે પથ્થરથી બાંધેલાં છે અને જેમનુ વર્ણન મોટા વિસ્તારવાળું છે તે, તે જ રાજાનાં કરાવેલાં છે.
સાલકીથી રાજ બદાઈ વાઘેલાનાં જવાની હકીકત આ પ્રમાણે છે, કે જ્યારે છેલ્લા રાજા લખુ મૂળદેવને રાજ ચલાવે એવા પુત્ર નહાતા, તેથી વાધેલાઓમાં આ
દેશનું રાજ ગયું. આ કુટુંબના ધ રાજાએ એ એકસાછવ્વીશ વર્ષ, એક માસ ને પંદર દહાડા રાજ કર્યું.
વાઘેલા વંશ.
૧ રાજા ઇંદાલ મૂલદેવ-બાર વર્ષ ને પાંચ માસ રાજ કર્યું. ૨ રાજા વિસલદેવ—ચાત્રીસ વર્ષોં ને છ માસ રાજ કર્યું, વિસનગર તેનું વસાવેલું છે.
૩ રાજા ભીમદેવ—બેતાલીસ વર્ષ રાજ કર્યું.
૪ રાજા અરજીનદેવ—દશ વર્ષ રાજ કર્યું.
૫ રાજા સારંગદેવ-એકવીશ વર્ષ રાજ કર્યું.
૬ રાજા કરણ—સાદ વર્ષ ને અઢી માસ રાજ ભાગવ્યું.