________________
[ 0 ] દરબારીઓએ જોયું કે દાબુશલીમ મુરતાજમાં એડ આવી ગઈ અને મેટું વિચિત્ર થઈ ગયું છે ત્યારે પેલા જુવાન સિવાય બીજો કોઈ હકદાર અને રાજને લાયક નહતો તેથી તરત જ તેને રાજ્યમાન આપ્યું અને કેટલાક માણસે જે તેની વિરૂદ્ધ હતા તેમને કેદ કર્યા અને તેજ તાસક ને છાગલ કે જે પેલા જુવાનને વાસ્તે લાવેલ હતા તે દાબુશલીમ મુરતાના માથા ઉપર મુકી તેને રાજ્યમંદીર સુધી દેડાવ્યો અને ત્યાંથી તેનાજ બનાવેલા બંદીખાનામાં મોકલી દીધો. એ પાક પરવરદગાર ! એક આંખ ફુટતાં પેગમ્બર સાહેબનું કથન સિદ્ધ થઈ ગયું !! જે કઈ પોતાના ભાઇને વાસ્તે કુવો ખોદે તો તેમાં તેજ પડવાને તેને અર્થ અમીરબુસરેએ કર્યો છે –
દોહરે વેર ભાવે વો કરે, મધ્ય ભાગમાં કોય,
તે પહેલાં પિતે ખરે, પડેલ તેમાં હોય. જ્યારે પાટણના રાજ્યની ખબર રાજા ભીમસેનને પહોંચી ત્યારે સુલતાન મુઇઝુદીન શામ કે જેને શહાબુદ્દીન પણ કહે છે. તેણે પોતાના ભાઈના નાયબના અધીકારથી સને ૫૭૦ હિજરીમાં ગઝન્વીની સત્તા મેળવી, ત્યારબાદ સને પ૭૪ હિજરીમાં ઉચ્છ ઉપર લશ્કર લઈ ગયો, અને તે દેશને કરામતા લોકો પાસેથી જીતી લીધે; તે સંબંધથી મુલતાન પણ હસ્ત કર્યું અને રેતીના રણને રસ્તે ગુજરાત ઉપર ચઢી આવવાનું તે ધારતો હતો, રાજા ભીમદેવ સામો થયો અને યુદ્ધ તથા કાપાકાપીની અગ્નિ પ્રગટી ઉઠી, છેવટે સુલતાનની હાર થઈ અને ઘણી મહેનત અને ભારે સંકટથી પિોતે ગઝન્વી પહોંચ્યો. ' સને ૧૮૦ હિજરી મલેક કુતબુદીન અબેક કે જે, સુલતાનના નાયબના નાયબની પદવી ઉપર હિંદુસ્તાનમાં હતો તેણે દીલીને રાજધાની સ્થાપી તે દિવસથી દિલ્લી બાદશાહોના તખ્તની જયા થઈ તે પાટણ ઉપર લકર ચઢાવી લાવ્યો અને જેવી રીતે જોઇએ તેવી રીતે સુલતાનનું વેર રાજા ભીમદેવથી લીધું. જ્યારે રાજા સિદ્ધરાજ જેસીંગને ગાદી મળી ત્યારે તેણે માળવા તથા બુરહાનપુર સુધીના દેશ જીતી લીધા અને મોટા મોટા કિલ્લાઓ વિગેરે ઇમારત બાંધી; જેમકે ભરૂચને કિલ્લે, ડભેઈ વિગેરે અને પાટણમાં સહ