________________
| [ ૧૧ ] ઈસ્લામી સત્તાની સ્થાપના.
- હવે આ દેશમાં ઈસ્લામ ધર્મ અને પગમ્બરસાહેબને પંથ પ્રગટ થાય અને પ્રકાશિત પંથના આશરે આપનાર અને ઉંચા ધર્મ શાસ્ત્રના રક્ષકોના સ્વાધીનમાં જાય, તેમ તે પ્રસિદ્ધ ધર્મના સૂર્યનાં કિરણે આ અંધકારમય અધમ દેશમાં ચારે તરફથી ચળકાટ મારે કે જેથી ખો કુદરતી બોલ ખુલ્લી રીતે ગડગડે અને નુકશાનકારક મના કરેલ કૃત્યોથી લોકો દૂર રહે. જે કૃત્ય કરવાની જે મનુષ્યજાતીની ફરજે છે તે તેમને લાયક છે જેથી લોકો ભયભરેલા માર્ગને મુકી આનંદ ઉપજાવનારા માર્ગ ઉપર જ દેરાઈ આવે. આ બોલનું વિવેચન અને તેનાં લઘુ વર્ણનની ટીકાને સાર એ છે કે–સુલતાન અલાઉદીન ખીલજી રાજ્યસત્તાથી દિલ્લીના તખ્ત ઉપર બિરાજતા હતા. તે બાદશાહ ન્યાયી ને પ્રજા પાળક હતો અને મુસલમાન ધર્મશાસ્ત્રનો પ્રચાર કરવાને ઘણો શ્રમ લેત, જેથી કરી તે વખતના મુસલમાન વિદ્વાનો તેને પયગ
બરી પંથના શુરવીરના નામથી અસાધારણ રીતે ધાર્મીક ભાષણોમાં પિોકારતા હતા. આ પદવીને તે પાત્ર હતો. તેને ૬૯૬ હિજરીમાં અલગખાન કે જેને ગુજરાતીઓ અલપખાન કહેતા તેની તથા નુસરતખાનની સરદારી તળે ગુજરાત જીતવાનેવાતે સુલતાને લશ્કર તૈયાર કર્યું. મજકુર ખાને (સરદારો) એ આખા પાટણ તાબાના દેશને સર કરી લીધું અને રાજા કરણ કે જે વાઘેલા વંશને છેલ્લો રાજા હતો તેણે પિતામાં સામા થવાની સત્તા ન જોઈ તેથી તે દેવગઢચાંદા તરફ નાસી ગયો, અને તેની સ્ત્રીઓ, દીકરીએ, રોકડ અને હાથીઓવિગેરે ઇસ્લામી શરાઓના હાથમાં ગયાં. ખંભાતના રાજા પાસેથી પણ ઘણે ભાલ અને ઝવેરાત હસ્ત કરી લઈ સોમનાથની મૂર્તિ કે જે, સુલતાન મહમુદ ગઝન્વીના ભંગ કર્યા પછી ફરીથી બેસાડવામાં આવી હતી તેને પાછી ખંડન કરી માલ, રોકડ, હાથીઓ અને રાજા કરણની સ્ત્રીઓ તથા દીકરીઓ સાથે
૧ ફક્ત ગુજરાત ઉપર ચઢાઈ કરવાને લીધે તેને મહા દેવીત ગયે છે તે ઠીક નથી. લખના, દિલ્હી, પંજાબ, બંગાળા અને દક્ષિણ બદમા ઉપર અંગ્રેજી જે ચઢાઇઓ થઈ તે રાજના પ્રકરણો છે, તેમજ એ પણ હતું.