________________
[ ૪૩૬ ]
ગુરજબરદારાના આવતાં પહેલાં હન્નુરની છાવણીમાં જે વેહેારા લાકા હતા તેઓએ લખી મોકલેલ હાવાથી મુલ્લાં અબ્દુલ અઝીઝને ચેતવણી મળી ચુકેલ હતી અને તેણે મુહમદઅલી વકતાને ખબર કરી દીધી. પછી તે બન્ને જણાએ એવી મસલત કરી કે, હજીરમાં જવું તે લાભકારી છે, એમ ધારીને તે રવાના થઇ ગયા, અને ત્યારબાદ તે હકિકત કપુરચંદ ભ'સાળી તથા હરીરામના જાણવામાં આવી તેથી તેએ બન્ને પણ હજીરમાં જવા માટે રવાના થઇ ગયા. હવે જે ગુરજબરદારા હજુરમાંથી આ તરફ આવવા માટે રવાને થયા હતા તેએ રસ્તામાંથીજ પાછા કર્યાં. એ મુજબ તે સઘળા પંથ કાપીને વહેલા-મેાડા દીલી જઇ પહેાંચ્યા. તે પૈકીના સુહમદઅલીએ દિલ્લીની ઝુમામસ્જીદમાં એટલાઉપર ઉભા રહીને ઘણુંજ અસરકારક ભાષણ કર્યું; તેનામાં ભાષણ કરવાની શક્તિ ઘણીજ છટાદાર હતી, તેમજ વર્ણન કરવાની શક્તિ પણ પૂર્ણ વિસ્તારવાળી હતી. તેના ભાષણમાં એવી તે! ખેંચાણુકારક અસર હતી કે, જેથી થોડાજ વખતમાં તેનાં વખાણુ સર્વત્ર ફેલાઇ ગયાં. તેનું ભાષણ સાંભળવા માટે ગરીબ તેમજ તવગર માટી સખ્યામાં એકઠા થઇ ગયા અને તે વખતને દેખાવ એક જબરદસ્ત મેળાવડારૂપ થઇ પડ્યા. તેનાં ભાષણની અસર એટલે સુધી વધી ગઇ કે, છેક ફાઇલખાનની મારફતે તેનાં વખાણુ હજુર દરબારમાં થવા લાગ્યાં. જેથી તેને ખેાલાવવાના હુકમ હજુરમાંથી ફરમાવવામાં આવ્યા, અને મુલ્લાં અબ્દુલ અઝીઝ કે જે ધણેાજ વિદ્યાન અને નાની હતા તે પણ હજુરમાં પહેાંચી ગયા.
હવે એ બધી કિકત વગરમધ્યસ્તાએ હુજુરમાં જાહેર થઈ ગઇ, તેથી જ્યારે હજુર બાદશાહના દીલમાં એવી અસર થઇ કે, હિન્દુ લોકોએ ઉલટુ' બતાવીને આ જગપ્રિય પુરૂષને દરબારથી કાઢી ખરાબ ( હેરાન ) કર્યા છે, ત્યારે હુકમ કર્યો કે, કપુરચંદ વિગેરેને કેદ કરી પગે ખેડીએ પહેરાવી અધીખાને સેોંપવા અને સુબા તથા સુખાદિવાન ઉપર હુકમ મેકલાબ્યા કે, તેના (કપુરચંદના) ઘરને જપ્ત કરી લેવું, અને તેજ પ્રમાણે અમદાવાદમાં તેના મકાનઉપર જપ્તિ કરવામાં આવી. તે પછી જ્યારે મુહમદઅલીનું ભાષણ હજુરના સાંભળવામાં આવ્યું ત્યારે તેપર પૂરતુ લક્ષ આપી પવિત્ર જીભથી તેની વાહવાહના ઉચ્ચારા ઉચરાયા અને ઘણાંજ પ્રસંશનિય વખાણ સર્વત્ર થવા લાગ્યાં, તેમજ લોકોનાં દીલ પણ ઘણાંખરાં તેની તરફ ખેચાતાં થઇ ગયાં.