________________
[ ૪૩૫ ]
છે, અને રેકડને વહેવાર ઉઠી ગયો છે, મતલબકે આ બેટ વહેવાર વધી પડેલો છે તેને જેમ બને તેમ તુરત ઓછી કરે. એ હુકમને જે કે કપૂરચંદ ભંસાલીએ અમલ કર્યો, પરંતુ મદનગપાળને ગુમાસ્તા હરિરામ કે જે તે વખતે સર્વોત્તમ નાણાવટી ગણાતો હતો તેણે લાભના લેભને લીધે કંઇ પણ ધ્યાન આપ્યું નહિ તેથી બન્નેના કારોબારમાં ઇતરાજી પેદા થઈ અને કપુરચંદની સામે હરીરામે ઝગડો મચાવ્યો. બન્ને તરફથી મરચાબંધી થવા લાગી અને લડવા માટે તૈયાર થઈ ગયા. એ પ્રમાણે બે દિવસ સુધી ચાલ્યું. છેવટે ભવિષ્યના પરિણામને ખ્યાલ કરનારા નાણાવટીઓએ વચ્ચે પડીને સુલેહ કરાવી દઈ આંટાના વહેવારને કાઢી નાંખવાના ઉપાયો કરવા માંડ્યા.
હવે “આંટોકોને કહે છે તે જુઓ. ( દાખલા તરીકે ) આટે તેને કહે છે કે, નાણાવટી રોકડ નાણાંની ભીડ વખતે એ પ્રમાણે કરે છે કે, જાણે કોઈ માણસે સુરતમાં નક્કી કરેલા રૂપિયા ત્યાંના નાણાવટીને ત્યાં ભર્યા, અને ફારસીમાં “સુકતા” કહેવાતી હુંડીને ભાગીદાર અથવા ગુસ્માતા ઉપર અમદાવાદ મોકલી જે તેની ખુશી હોય તો રોકડા રૂપિયા ગણી લે અને તે વખતે ચાલુ ભાવથી આંટાને વટાવ કાપી લઈ આપે, અથવા હુંડીવાળા માણસથી બીજો માણસ તેટલાજ રૂપિયા માગે અને તે તેને હૂંડી વેચી દે અને તે પોતે પિતાને તેનાથી છુટો કરી દે અને તે બીજાને આપે. એમ કરતાં કરતાં તે હુંડી છેવટે, જેની પાસેથી લીધી હોય તેની પાસે પહોંચી જાય અને તે, તે જોખમથી દૂર થઈ જાય; પરંતુ રોકડ તે તેમાં લેવાતી જ નથી.
મતલબ કે, જ્યારે હોળીના હંગામાન મુકદમો અને મોરચાબંધીની હકિકત ખબરપત્રીઓના લખવાથી હજુરના સાંભળવામાં આવી અને તે સાથે જ ગુજરાતી નાણાવટી વહેપારીઓ કે જેમની દુકાનો સરકારી છાવણીમાં હતી, તેઓ લેણદેણ કરવાના કામથી પરવારી બેઠા અને સર્વેએ એકત્ર થઈને દુકાનો બાળી નાંખવાની, મારી નાંખવાની, લુંટી લેવાની અને મુહમદઅલી વકતા તથા મુલ્લા અબદુલ અઝીઝની ઉશ્કેરણથી એ સઘળું બન્યાની અરજી હજુરમાં કરેલી, તે ઉપરથી હુકમ થયું કે, ગુરજબરદારોએ સખ્ત તાકીદી હુકમ લઈને જવું અને કપુરચંદ ભંસાળી તથા હરીરામને ( બન્નેને ) પગમાં બેડીઓ નાંખી મુશકો બાંધીને હજુર અદાલતમાં - ખલ કરવા.