________________
[ ૪૩૭ , કેટલાક દીવસ પછી કપુરચદે કેદમાંથી છુટવા માટે મુહમદઅલી તથા મુલ્લાં અબદુલ અઝીઝની પળસી (આજીજી) કર્યા સિવાય બીજે કંઈ ઇલાજ જોયો નહિ તેથી તેણે સંદેશ મોકલીને કહેવડાવ્યું કે, તમે અને અમે એકજ શહેરમાંથી અત્રે આવેલા છીએ તેથી વેરભાવ તથા લડાયક બાબતોને વચ્ચેથી કાઢી નાખીને એવી કંઇક ગઠવણ કરે, કે જેથી તમે– અમે પાછા સ્વદેશમાં સહિસલામત પહોંચી જઈએ; પરંતુ મુલ્લા અબદુલ અઝીઝે તો હજુરમાંથી પાછા ફરવાની રૂખસત મેળવી લીધી હતી તેથી તે મુહમદઅલીની રજા લઈને રવાને પણ થઈ ગયો; તે બાદ મુહમદઅલી કે જેને આજીજી તથા વિનતિ કરીને રોકી રાખ્યો હતો તે ત્યાં જ મૃત્યુ પામ્યા.
દાઉદખાન- સુબો) એક લશ્કરી માણસ અને વૈર્યતાવાળા પુરૂષ હતો. તેના સિપાઈઓમાંના કોઈની પણ હિમ્મત ચાલી શકતી નહોતી કે, તેઓ લડાઈના વખતે ખેતીમાંથી એક કણસલું સરખું પણ જબરદસ્તીથી મેળવે. પરંતુ “હકુમતની રીતી અને રાજનીતિ તે એક જુદી જ તરેહની બુદ્ધિનું કામ છે” આ અભ્યાસથી તે બીનવાકેફ હોવાથી તેના વખતમાં પૂરતો
બસ્ત જામેલો નહોતો તેથી ગુજરાતમાં કોળી તથા લુટારા લોકો રાત્રે શહેર તથા પુરાઓમાં ઘુસી જઈને ખાતર (ચેરી) પાડતા અને રોકડ તથા ઘરેણું ગાંઠો વિગેરે માલમિલકત લુંટી જતા હતા. ધાડાં પાડવાની પહેલીજ શરૂઆત એ જ વખતે થઈ હતી; અને સઘળો કારમારકર્તા ઇક્ષિણી પંડિત પણ પિતાની મરજીના અધિકારથી અમલ કરતા હતા. વજીફદારો ઉપર છુટામણ અને સાદાત મદદખર્ચના જે નવા કરી નાખવામાં આવ્યા હતા તેની તથા પ્રથમના બનાવની ખબરો હજુરમાં જાહેર થઈ, તેથી તેની બદલી કરવામાં આવી અને વકીલોનાં લખાણોથી હજુરે તેવિષે તપાસ કરીને પાલણપુરના ફોજદાર ગઝની ખાનને સુબાના આવતાં સુધી તે કામ કરવા માટે નાયબ ઠરાવવામાં આવ્યો. દાઉદખાન સુબ સન મજકુરના માહે શાબાન માસની પહેલી તારીખે દક્ષિણ તરફ રવાને થઈ ગયે.
+yxwww.’
સમાત,
AA
૪%AR