________________
[ 2 ] વંતી હતી. તે પિતાના ધણીના કપાયા પછી ઘણી બીક અને નિરાશીને લીધે વગડાનાં અસહ્ય સંકટ સેહેવા લાગી, કુદરતના સંજોગે કરી તે ગુર્જરદેશમાં આવી પહોંચી: ગરીબી અને લાચારીના વખતમાં વનવગડામાં તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. એક દીવસે સબલદેવ (નામના સત્યાધારી) તે તરફ આવી નીકળ્યો, અને તે સ્ત્રી પર વિતેલું સઘળું સાંભળી દુઃખ તેનું અંતઃકરણ ભરાઈ આવ્યું અને પોતાના એક આજ્ઞાંકિતને સેંપી રાધનપુર લઈ ગયો ને તેણીના પુત્રની સારવાર કરવા માંડી. જ્યારે તે છેક પુખ્ત ઉમરે પહોંચે ત્યારે હલકા લોકોની અને ભ્રષ્ટ વિચારના માણસોની સોબતથી ડેકાયટી અને લુટફાટનું કામ પસંદ કર્યું. કહેલું છે કે
દેહર મિત્ર સારા ખુદ થકી નિત્યે બાળ વાર, ધર્મ અને બુધિત વધે જેથી વિસ્તાર; બદ સંગત કમ બેસજો તમને કહુ ખચિત, બેટી સંગત પવિત્રને છેવટ કરે પલિત; દીનકર મોટાને જુઓ જેમાં તેજ અપાર,
નાની સરખી વાદળી લપટી કરે અંધકાર. ભોગજોગે ગુજરાતના ધણીની તીજોરી કનોજ જતી હતી તે તેણે લુંટી લીધી અને ભાગ્યશાળી થવાનો લેખ તેના કર્મમાં લખાએલ હતો તેથી ઈશ્વરેચ્છાએ તેના મસ્તક ઉપર હાથ મુક્યો; ને તે ઇચ્છા એ હતી કે આ દેશમાં જુદી જ રાજસ્થાપના થાય. ચાંદીઆ નામને એક વાણીઓ પણ તેની સોબતમાં આવી મળ્યો, અને તેણે તેને ખોટાં કૃત્યથી રોકી સુમાર્ગ ભણી દોર્યો, જેથી પચાસ વર્ષમાં રાજ્યકર્તા થયો અને પોતે વનરાજનું નામ ધારણ કરી પાટણ શહેર વસાવી પિતાનું રાજ્ય સ્થળ ઠરાવ્યું અને તે વખતથી અમદાવાદ વસ્યું ત્યાંસુધી તે ગુજરાતની રાજધાનીનું શહેર હતું.
કહે છે કે જ્યારે એક સમયે તે રાજા પાટણ વસાવવાનું નક્કી કરી જગ્યા શોધવાને વાસ્તે સેલ અને શિકાર કરવા નિકળ્યો ત્યારે એક અનહલ નામના રબારીએ રાજાના હેતુથી પાટણ વસાવ્યું સં. માહિતગાર થઈ એક યોગ્ય ભૂમી એવી શરતથી બતાવી વત ૮૦૨ જગ્યાનું બળ. કે તે વસ્તી મારા નામથી પ્રખ્યાત થાય, અને વળી એવું કહેવા લાગ્યો કે આ જગ્યાએ એક સસલે ઘણી જવાંમરદીથી એક