________________
[ ૩ ] કુતરાના મેમાંથી પોતાને બચાવ કર્યો હતો. આ ઉપરથી તે જગ્યાને વસાવી તેનું નામ અણહિલવાડ પાડ્યું તે પછી ધીમે ધીમે તેનું નામ નહરવાલા થઈ ગયું. જ્યારે વસ્તી ભરાઈ અને રચના સારી થઈ ત્યારે તેને પાટણ કહેવા લાગ્યા; કેમકે હિંદી બોલીમાં મુખ્ય વસ્તીને પાટણ કહે છે, અને રાજધાનીનું શહેર પણ પાટણ કહેવાય છે. સંવત ૮૦૨ વિક્રમકૃત તે પ્રમાણે સને ૧૩ હીજરી. કેટલાક કહે છે કે સને ૨૦૨ હીજરી હતી.
વૈશાખ સુદ અખાત્રીજના દીવસે બાવીશઘડીને પીસ્તાળીસ પળે પાયો મુકાયે; હિંદી ખગોળશાસ્ત્રીઓ અને જેશીઓએ મજકુર વેળા પસંદ કરી આપી હતી તેથી તે પ્રમાણે જેશ કુંડળી. તેને પાયો નંખાયો, અને સિંહરાશિમાં તેની બાંધણી થઇ, બીજા કોઠામાં કન્યા, ત્રીજામાં તેલ, ચેથામાં વરચિક ને કેતુ, છઠ્ઠામાં મકર, સાતમા માં કુંભ, આઠમામાં મીન અને શુકકર, નવમામાં મેખ, બુધ અને રવી હતા, દશમે ઠે વૃષને અને તેમાં સોમ, શની અને મંગળને સંગમ હતું, અગીઆરમે કઠો મીથુનને અને બારમે કઠો કરક, પાટણ વસાવતી વખતે આ પ્રમાણે સાતે ગ્રહકુંડળી હતી.
હવે એ પણ યાદ રાખવાજોગ છે કે ત્રણ કુળ રાજાઓનાં આ દેશના રાજ્યાધારી થએલાં, ૧ ચાવડા, ૨ સેલંકી, ૩ વાઘેલા કુળો, દરેક કૂળની સંખ્યા અને કેટલા વર્ષ રાજ્ય ભોગવ્યું તેમાં મને ઘણો ફેરફાર માલુમ પડે તેથી આઇને અકબરી પુસ્તક જેનો કર્તા શેખ અબુલફઝલ છે તેમાંથી ટાંકી વર્ણન કરું છું.
યાદ રાખવું જોઇએ કે ત્રણે કુળોમાં પાંચસો પંચોતેર વર્ષ ને ચાર મહીના સુધી વીશ રાજાઓએ રાજ કર્યું તે પછી તે નરમ પડી ગયા ને મુસલમાનના હાથમાં રાજ્યસત્તા ગઈ.
ચાવડા એ કૂળમાં સાત રાજા થયા ૧ વનરાજ મૂળપુરૂષ છે કે જે ગુજરાત દેશના રાજ્યના રાજ્યાસન ઉપર બિરાજ્યો. ખુલ્લી રીતે જોતાં તેની ઉમર સાઠ વર્ષની હશે. ગુજરાતના રાજ્યની
૨ યોગરાજ–અખાત્રીજને દહાડે પોતાના સ્થાપના અને ચાવડા પિતાની રિતી પ્રમાણે ગાદીએ બેઠે પાંત્રીસ વર્ષ એણે વંશ.
૧ ફારસીમાં પાટણનું નામ નેહેરવાલા કહેવાય છે.