SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ] કરેલું છે તે મેકલવામાં આવ્યું છે, માટે એવું થવું જોઈએ કે, તમારી સુબેગીરીના હવાલામાં આવેલી મદના ખુતબા ભાષણકર્તાને મોઢે યાદ કરાવી દર શુક્રવારે ઉચ્ચારતા (પઢતા) રહે તેમ કરવું. તે પછી સરકારી હુકમ પ્રમાણે ઝફરજંગ સિપેહસાલાર અબદુલ્લાખાનની મોહેરથી શરીયતખાન સુબા દિવાન ઉપર હુકમ આવ્યા, તે હુકમની નકલ એવી છે કે – ( નકલ. ) આ વખતે શ્રીમંત બાદશાહને હુકમ પ્રગટ થયો છે, તેથી તમામ સુબાના દીવાનોને લખવામાં આવે છે કે, નીચે જણાવ્યા મુજબ રૂપિયા તથા મેહેરના સિક્કા પાડવા જોઈએ અને તમે પ્રધાન હજુરની આજ્ઞા પ્રમાણે તે કામ કરશો. તે કામ વિષે ઘણી જ તાકીદ સમજવી. તે સિક્કા શ્રીમંત મરહુમ બાદશાહ ઔરંગજેબના કાયદા પ્રમાણે હોવા જોઈએ. સિકકાઝદ અબુ ફઝલેહક બરસી મોઝર; પાદશાહે બેહરેબર ફરૂખશિયર. બાદશાહ ફરૂખશિયરે ખુદાની મહેરબાનીથી ચાંદી તથા સોના ઉપર સિક્કો પાડ્યો અને મોહોરનું વજન સાડા અગિયાર માસા રાખવામાં આવ્યું હતું. - હવે રોજદારી કરે તથા વર્માપન ભોગવનારા લોકોને હરાવ બાદશાહ ઔરંગજેબના વખતનો કાયદો પસંદ કરી ચાલુ કરવામાં આવ્યું. તે પછી સુરત બંદરની મુસદીગીરી ઉપર, અમદાવાદમાં એકાંત વાસમાં બેસી રહેલા ખાજા અબદુલ હમીદખાનને નિમવામાં આવ્યો, જેથી તે, તે તરફ ગયો અને કેટલાક દહાડા સુધી અમલદારીનું કામ કરીને અમીરોના લીધે રાજીનામું આપી હજુર દરબારમાં જતો રહ્યો અને હજરત શેખ અહમદ ખટુની દરગાહ કે જે સરખેજ ગામમાં છે, તેનું મુતવલ્લીપણું મેળવી આવ્ય; શહેરના કાજીનું કામ ખેરૂલાખ નને તથા બક્ષિગીરીનું કામ ગુલામ મુહમદને સોંપવામાં આવ્યું: પ્રથમથી કાયમ થયેલી છે. ની થાણદારી ઉપર મુહમદ સાયબને પહેલાં પ્રમાણે બહાલ રાખવામાં આવ્યો, કે જે વિષેનો હુકમ હજુરમાંથી આવ્યો હતો. જુનાગઢના ફોજ દાર સિયદ એહમદ તોલાનીની બદલી થવાથી તે જગ્યા મહારાજ અજીતસિંહના પુત્ર કુંવર અભેસિંહ અપાઈ અને તેની નાયબી ફતેહ સિંહ નામના કાયસ્થને આપવામાં આવી,
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy