SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૨૫ ] તેતાળીસમે સુબે દાઉદખાન પની. સને ૧૧૨૫ થી ૧૧૨૮ હિજરી. (પુસ્તકની સમાપ્તિ સુધી) આ વર્ષમાં હજુર બાદશાહના દરબારથી કેટલાંક રાજદરબારી કારણોના લીધે અમદાવાદની સુબેગીરી દાઉદખાન પની ના નામ ઉપર મુકરર થઈ. આ વખતે તેને સાત હજાર ખાન અબદુલ હમી દખાનની નાયબ સુબેરૂપિયાની નીમનોક તથા સાતહજાર વગર શરતન : ગીરી, શરીયતખાનની સ્વારનું ઉપરીપણું મળેલ હતું. તે આ વખતે દક્ષિ- ૨ - દિવાની અને મુતશરે ણમાં હતો તેથી ત્યાં હુકમ પહોંચ્યો કે, તેણે ત્યાંથી જ ખાનની નાયબદીવાની. બારેબાર આવીને સુબેગીરીનું કામ સંભાળી લેવું, અને તેના આવી પહોંચતાં સુધી ખાજા અબદુલ હમીદખાએ સઘળો બંદબસ્ત રાખવો, તે વિષે શહાબતખાનને ખબર આપવામાં આવી. શહામતખાને વર્ષારૂતુ હોવાને લીધે ભદ્રના કિલ્લાને ખાલી કરી દેવાની મોહલત ભાગી અને રાજકારોબારની સત્તા ખાજા અબદુલ હમીદખાનને હવાલે કરી દીધી, જેથી મજકુર હમીદખાને માલી-મુલ્કી કારોબારના કામમાં પૂરતું લક્ષ લગાડ્યું; તથા શહમતખાન, રસ્તાઓના કીચડ-પાણીથી સાફ થઈ ગયા પછી ત્યાંથી રવાને થઈ ગયો. અબદુલ હમીદખાને દેશ, શહેર તથા પરગણાઓના બંબસ્તને માટે પચાસ હજાર રૂપિયા કરતાં પણ વધારે ખર્ચના સ્વાર તથા પદલો રાખેલા હતા તેથી અરજ કરવામાં આવી કે, સુબાની નોકરીની શરતના મહાલ ઘણું કરીને ખરીફ ફસલની ઉપજ આપે છે, તેની વસુલાત બરતરફ, થયેલો સુબ સરબુલંદખાન કબજે કરીને જતો રહેલ છે અને જે કાંઈ બાકી રહેલ હતું તે શહામતખાન લઈને ચાલતો થયેલ છે અને નવા રાખેલા સ્વારે તથા દિલો પિતાના પગારના તકાજા કરે છે તેથી હું આશા રાખું છું કે, સિબંદીના પગારને હુકમ સુબાના નાયબ દિવાન ઉપર આવશે. તે ઉપરથી શરીયતખાન દીવાનના નાયબ મુતખાન ઉપર હુકમ. આવ્યો કે, ખજાનામાંથી પગાર ચુકતે આપી દેવો. તે ફરમાન મુજબ ખજાનામાંથી પગાર આપવામાં આવ્યો.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy