________________
[
૪૨૩ ]
બાદશાહને સૂર્ય, હમેશાંને માટે અડગ રહેવાની અવિચળ રાજકિર્દી ઉપર પ્રકાશિત થયા છે અને સંસાર સુધારક રાજનિતીની લગામ ખુદાઈ મહેર બાનીથી કાયમ ટકતા હાથમાં સત્તા સાથે ગ્રહણ થઈ છે, રાજદ્રોહી લોકો ફતેહવત શરાઓના હાથે હણાઈ ગયા છે અને કેટલાક કે જેઓ યુદ્ધ સંગ્રામમાંથી હારી હાસીને ભટકતા રખડતા થયા હતા તે સઘળાઓ પણ પકડાઈ ગયા છે. સંસાર વહેવારનું પવિત્ર રાજ્યાભિષેક આસન અત્યુત્તમ બાદશાહી જુલુસથી ભભકાદાર તથા શોભાયમાન થઈ રહ્યું છે અને ભાષણ સ્થાનમાં અને મથકેમાં પણ શ્રીમંત બાદશાહનાં અતિ પવિત્ર નામથી વધારે શોભા થઈ રહી છે જેથી ખુદાને આભાર કે જેણે આ મહાન હર્ષમય અવસરનો લાભ આપે છે તે તેને ઉપકાર માનવા માટે તેની બંદગી કરવી. તમારી હિમ્મતથી એવી ખાત્રી થાય છે કે, બની શકે ત્યાં સુધી મુસલમાની શરેહને પૂરતું માન આપી ઉત્તમ ધારાને અનુસરી રઇયતની હાલતને સંપૂર્ણ પુષ્ટી આપશે અને તમારા તાબાના માણસોને માત્ર ખુદાઈ પ્રીતી ઉપર નજર રાખી લાભ આપવા ચુકવું નહિ, કે જેથી અમે ધર્મ તથા રાજસતાના સ્તંભોને ન્યાય તથા ઈન્સાફની પુષ્ટિ આપીએ અને કાળની સત્તા હેઠળ સુખશાન્તિને બહોળો ફેલાવો કરીએ; તેમજ ન્યાયનાં સાધનો, પ્રજાપાળક હેતુઓ અને જોરજુલમથી બચાવી જુલમીઓના નાશ કરવાના ઉપાયો તમારે અમારી સન્મુખ મુકવા, કે જેથી પ્રજા કે જે ખુદાઈ પ્રેરણાથી સપાએલી છે તેના લાભ વિષે બનતી કોશીશ અને ઘટતા ઉપાયો લેવામાં આવે, કે જેથી નિર્બળ માણસે પર જોરદાર જુલમીઓ તરફથી હાયકારે કે જુલમાત્ર ગુજારી શકાય નહિ, અને સંસાર સુધારણારૂપી બગીચાને ન્યાયરૂપી વાદળની ઘટાથી એવો લીલી લેહેરમાં લાવી મુકું કે, તેમાં પાનખર રૂતુનું જોર અને સુકા ગરમ વાયરાને સપાટો બિલકુલ અસર કરી શકે નહિ. હવે તેમાં ખુદાઈ મહેરબાની માટે બંદગી કરવાની યોજનાઓ શોધી તે પ્રમાણે કરી ખુશબખ્રીનાં કામ બરાબર કરશો અને બાદશાહની મરજી સંપાદન કરવાને પોતાન નસિબ વધારશે, સુબેગીરીનું કામ તે દેશની મજબુતી અને પાકા બંદબસ્તથી કરશો અને જુલમાટનાં કામને નાશ કરવાની તકને કોઈપણ કાળે જવા દેશો નહિ અને સઘળી હીંમ્મતને એજ તરફ ખર્ચ કરશે, જેથી દીવસો દીવસ રાજ્યમાં થતી સઘળી કોશિશો પ્રશંસાપાત્ર થઈ પડશે. શુક્રવારની નમાઝ પઢવાવાસ્તે ધર્માધિકારીઓએ જે ભાષણ (ખુતબો) તૈયાર