________________
[ ૪૨૨ ] એરંગજેબ બાદશાહના શાહજાદા મુહમ્મદ અજમુદ્દીનના . શાહજાદા અબુલ મુઝફફર માઈનુદ્દીન મુહમદ ફરૂખશિઅર બાદશાહનું રાજય.
સને ૧૧૨૪ હિજરી. - જહાંદારશાહ સાથે સુલતાની લડાઈ થયા પછી તેના કાકા મુહમદ ફખશિયર ગાઝીએ મજકુર સાલ સને ૧૧૨૪ હિજરીના છલહજ માસની ૧૩ મી તારીખે શહામતખાનની સુબેતખ્ત ઉપર વિરાજીત થઈ રાજ્યસનની શોભા દિવાની અને મુતશરે
ગીરી, શરીઅતખાનની તથા વૈભવમાં વધારો કર્યો. પ્રધાન પદ ઉપર ખાનની નાયબી. કુતબુલ મુલક, યમીનુદદાલા, અબદુલા ખાન બહાદુર, ઝફરજગને મુકરર કર્યો અને અમીરૂલ ઉમરાની પદી સિઈદ હસન અલીખાન બહાદુરને આપવામાં આવી. હવે પવિત્રતાપુર્વક સરકારી હુકમ પ્રગટ થયો કે, જહાંદારશાહે કરેલી બાદશાહતના વખતને બનાવટી અને અજ્ઞાનતા ભરેલો ગણી તખ્તશિનીમાં તે વર્ષોને મજરે લઈ લેવાં, તખ્તશિનીનાં ખુશાલીનાં ફરમાનો તથા બાદશાહી નામથી ખુતબા પઢાવવાના અને બાદશાહત જાહેર કરવાના ઢઢેરા આખા હિન્દુસ્તાનના સુબાઓ તેમજ દિવાનો ઉપર મોકલાવવામાં આવ્યા. અમદાવાદની સુબેગીરી, માળવાના સુબાનું કામ કરનાર શહામતખાનને આપવામાં આવી, જેથી તે (શહામતખાન) રવાને થઈ સરકારી હુકમ અનવે જમાદીઉલ અવ્વલ માસની વીસમી તારીખે અમદાવાદમાં દાખલ થયો અને એકદમ જેશબંધ સુબેગીરીનું કામ બજાવવા લાગ્યો. તે વખતે જે સરકારી ફરભાન થયું તે નીચે મુજબ હતું – " બેતાલીશમો સુબે શહામતખાન
સને ૧૧૨૫ હિજરી. • બાદશાહી ફરમાનની નકલ.
ભારે ઉપકાર સંપાદન કરનાર, પરોપકાર પાત્ર અને જીવસટે પ્રેમ રાખનાર શહામતખાને બાદશાહી ઉપકારનો લાભ લેતાં જાણવું કે, અચળ અને અખંડીતપણે સદાએ કાયમ રહેનાર રાજ્ય તથા ખુદાઈ બક્ષિશરૂપી