________________
(
૪૧૭ ]
પહેલાંની) અને કૃપા જે ચાલુ હતી તે ઉપરથી હુકમ થયો કે, તેણે પિતાને નાનો ભાઈ શરીઅતખાન કે જે હાલમાં સુબાની દીવાનગીરી ઉપર છે તેને, પિતાની છ માસની રજા ભોગવીને પાછા ફરતાંસુધી પિતાના નાયબ દરજજે બોલાવી લે. તે ઉપરથી સુબાના દીવાનનું કામ કરવા શરીઅતખાનના પુત્ર મુશરેખાનને નાયબ તરીકે ઠરાવવામાં આવ્યો. આ ઠરાવથી ખાજા અબ્દુલ હમીદ ઘણાજ ખુશી થઈ અમદાવાદ આવ્યો, અને શરીઅત ખાંએ જઈને હજુરનું સુપ્રત કામ કરવા માંડ્યું.
આ વખતે શહાબતખાન સાબરમતી કાંઠાના જમીનદારો અને કોળી લેક પાસેથી પેશકશીની વસુલાત તથા બંદોબસ્ત કરવા માટે કડી તથા બીજાપુર પરગણામાં ગયે, અને કેટલાંક માથાંનાં ફરેલ ગામડાંઓને લુંટીને જોઇતી શિખામણ દઈ દગો રિસાદ નહિ કરવાના જામીને લેવાના કામમાં રોકાયો હત; તેવામાં તેને બાબા પ્યારાના ઘાટ ઉપર મરેઠાઓના આવી પહોંચવાની ખબર મળી, તેથી તે પાછો ફરી તપખાનાને સરંજામ, તેનાતી મનસીબદારોને જમાવ અને સોરઠના ફેજદાર સિઇદ તોલાની મદદ લઈ કુચ ઉપર કુચ કરી એકદમ વડોદરે પહોંચી ગયા. ત્યાં જઈને લશ્કરને જુદું કરી બહાદુર ટુકડીને ભરૂચમાં મોકલી અને લશ્કરને પૂરજોશમાં જમાવી ચડાઈ કરી. આ ખબર સાંભળીને મરેઠા લોક નદીને સામેપાર જતા રહ્યા. શહામત ખાંએ કુચ કરી તેના બીજા દીવસે વહાણમાં તેઓ આગળ નાશી ગયા અને તેમના ઉતારા ઉપર શહામતખાં જઈ પહોંચ્યો. એવી રીતે તેણે છેક અંકલેશ્વર સુધી તેઓની પુઠ પકડી તે પછી જે દીવસે મુસલમાનોનું લકર ત્યાંથી કુચ કરી ગયું તેજ દીવસે રસ્તાની અંદર ચંદાવલ આગળ લડાઈ થઈ. તેમાં મરેઠા લેકે સારી પેઠે માર ખાઈ પીઠ ફેરવી નાશી ગયા અને શહામતખાન સુરત બંદર સુધી જઈ કેટલાક મુકામો કરી દક્ષિણીઓના જતા રહ્યા પછી પાછા ફરીને અમદાવાદ આવ્યા.
જનતવાસી શાહઆલમ બહાદુરશાહ બાદશાહ ગાજીના દીકરાઅબુલફતહ મુઈજુદ્દીન જહદારશાહનું રાજ્ય.
સને ૧૧૨૪થી ૧૧૨૫ હિજરી.