SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૧૪ ] હુકમ ફરમાવવામાં આવ્યું કે, અમદાવાદ જઇને તમને સેપેલું કામ ઘણી જ હોશિયારીથી બજાવવું અને ફીરોઝજંગખાનને માલ જપ્ત કરવામાં પૂરતું લક્ષ આપવું. ત્યારબાદ અમીરૂલ ઉમરાની મહોરને હુકમ મુજબ અમદાવાદની આસપાસની ફોજદારી, પાંચસો રૂપિયાનું મનસબ નોકરીની શરત અને સો સ્વારેને વધારાથી નજરઅલીને આપવામાં આવી. પછી અમાનતખાંએ કેટલાંક જરૂરી કામો તથા વદતુના લીધે રસ્તાઓ બંધ થઈ જવાનાં કારણથી તે રસ્તા પાછા ખુલ્લા થાય ત્યાં સુધી સુરતમાં થોભવાનું કર્યું. અને પિતાના પહોંચતાં પહેલાં પિતાના સગા મુહમ્મદબેગ તથા અન. વરખાન નામના માણસને સોંપેલાં કામ કરવા માટે અગાઉથી મોકલી દીધા. તે પછી ત્યાં થોડાજ દહાડો રોકાઈને પોતે પણ તારીખ આઠમી, રબીઉલઅશ્વલ સને ૧૧૨૩ હિ. ને સેમવારના રોજ પાછો અમદાવાદ આવી પહોંઓ અને સુબેગીરી તથા શહેરના રક્ષણાર્થે પૂરત બંદે બરત કરવાનું કામ કરવા લાગ્યો. સુરત બંદરની મુસદ્દીગીરી દીલાવરખાનને આપવામાં આવી અને એ જ વખતે અમાનતખાનને પણ સહમતખાનને ખિતાબ આપવામાં આવ્યો. તેણે સરકારમાં એવી અરજ કરી કે, મરેઠા કે પિતાની બેટી દાનતથી અમદાવાદ તાબાના કબાઓમાં દરવર્ષે આવે છે, જેથી સિપાઈ તથા લશ્કરી ફોજ ફાટ રાખવાની જરૂર પડશે; જેથી મુજ તાબેદારને તપખાનાની સામગ્રી માટે જરૂરત પડતું જોઈએ તેટલું નાણું આપરાની પરવાનગી આપવામાં આવશે. તે ઉપરથી સરકારી હુકમ થયો છે, જરૂરીયાત વખતે દર મહિને ખજાનામાંથી એક લાખ રૂપિયા સુધીનો ઉપાડ કરે; અને એ ઉપાડ કરતી વખતે કાયદા પ્રમાણે બલિ, અખબારી અને ખબરપત્રીને અભિપ્રાય લે, કે જેથી હરકત હજત રહેવા પામે નહિ, તેમજ પગાર પણ ત્યાંના ખજાનામાંથી કરવો. તેથી દસ્તખતે પ્રમાણે ત્રણ માસ, સત્તર દિવસના પગારના ૩,૫૬, ૮૧૬ (ત્રણ લાખ, છપન હજાર, આઠસો સોળ) રૂપિયા આપવા વિષેનું સુબાદિવાનની મહેરવાનું ફરમાન આવી પહોંચ્યું. મુહમ્મદબેગખાનની માંહમાંહેની લડાઇનો બનાવ. મુહમ્મદબેગખાન એક જુનો હકદાર સરકારી નોકર હતો અને જાતે સિપાઈગીરીનો ગુણ ધરાવતો હતો. તેણે પિતાની નેકરી સારી રીતે બજા
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy