SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦૦ ]. નહિ હેવાથી શુભેચ્છક લોકોને મત લઈને અગમ બુદ્ધિ વાપરી મુઝફફરહુસેન કે જે પ્રથમ મરેઠા લશકરથી જુદો પડી ગયો હતો અને અબ્દુલ હમીદખાનની સાથે આવ્યો હતો અને મુહમદ બેગખાને જેને કેદ કર્યો હતો કે જેવિષે પહેલાં લખાઈ પણ ગયું છે તેને નારણદાસ મનસબદારની સાથે સુલેહના સંદેશાથી બાલાજી વિશ્વનાથની પાસે મોકલ્યો અને ઘણું વાતચિત થયા બાદ એવી શરતથી ફેસલો થયો કે, તેઓએ બે લાખ બે હજાર રૂપિયા ખંડણીના લઈ અહિંથી જ પાછા ફરવું. તે પ્રમાણે મજ કુર રૂપિયા સુબાના કહેવાથી તેમજ સુબા દિવાનના હસ્તખતથી આપવામાં આવ્યા, તે રૂપિયા લઈને તે લેકે ત્યાંથી જ પાછા ફરી રવાને થઈ ગયા અને એજ મહિનાની બાવીશમી તારીખે સુબાનું લશકર શહેરમાં આવતું રહ્યું, જેથી શહેર તથા પુરાંઓની સઘળી રિયત અને સર્વ કેનાં મન શાન્ત થઈ ગયાં. અબુનન કુતબુદ્દીન મુહમ્મદ મુઅઝમ શાહઆલમ બહાદુરશાહ ગાઝીનું રાજ્ય. સને ૧૧૧ થી ૧૧૨૪ હિજરી. સન મજકુર (૧૧૧)ના છકઅદ માસની સાતમી તારીખે અહમદનગરમાં ઔરંગજેબ બાદશાહના મૃત્યુને ખેદકારક બનાવ બન્યા. તે વખતે બાદશાહજાદ ઈબ્રાહીમખાનની સુબેમુહમ્મદ આજમશાહ હજુરની રજા લઈને ગીરી, ખાજા અબ્દુલ હમીદખાનની દિવાની માળવે જવા માટે નિકળ્યો હતો. તે હજી બે અને મુહમ્મદ બેગખાત્રણ મજલે ગયે હશે તેવામાં તેને બાદશાહના નની નાયબી. મૃત્યુ થવાની ખબર મળી, જેથી તે તુર્ત જ ઘણી જ ઉતાવળે પાછો ફર્યો અને બાદશાહે પિતાની પાછળ મુકેલાઓના દીલાસાના લીધે ધારા પ્રમાણે શોક પાળ્યો તે પછી બકરી ઇદને દહાડે તwનશિન થઈ રાજધાની તર૪ રવાને થયે. આ વખતે બાદશાહજાદે મુહમ્મદ મુઅઝઝમ બહાદુરશાહ કાબુલના સુબાના બંદોબસ્ત માટે ત્યાં પડેલો હતો અને તેને એ ખબર મળતાં જ તે દિલ્લી તરફ રવાને થઈ ગયો,
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy