________________
[ ૩૮૮ ]
હવે સાબરમતીને પેલે પાર સિપાઇઓ રહેતા હતા તેથી ત્રણ દિવસની અંદર આઠ હજાર સ્વારે અને ત્રણ હજાર પિલો અને આસપાસ રહેતા કાળી-રજપુતો મળી ચાર હજાર માણસે કુમક માટે બોલાવ્યા મુજબ ભેગા થઈ ગયા. અને શહેરવાળામાં સદર અબ્દુલ હાદી દીવાન પંદીમલ, સુબા દિવાન અબ્દુલ હમીદખાન, સુબાને ખાનગી દીવાન અને મુહમ્મદ બેગખાન, નજરઅલી ખાન, સદરખાન બાબી, કેટલાક મનસબદારો તેમજ ગુજરાતના સુબાના તેનાતી બહાદુર લેક અને ઉજદારેએ તાપખાનું લઇને કાંકરીઆ તળાવ ઉપર લશકર ગોઠવી દીધું અને મરચાબંધી કરી દીધી. આ સઘળો ફેજને બંદોબસ્ત છતાં આસપાસનાં પુણે તથા ગામડાંના માણસો હાથ પગ વગરના થઈ પડી ભારે ગભરાટથી બાળબચ્ચાં લઈને ગાંસડા પિટલા ઉંચકી શહેરના કોટ આગળ આવી ભરાયા; જેથી દરવાજા ઉપર ભારે ભીડ થઈ ગઈ, તે એટલે સુધી કે, કેટલાંક માબાપ પોતાનાં બાળબચ્ચાં જુદાં પડી ગયાં અને એક બીજા ઉપર પડી ભરેલ હોવાથી તમામ માલમિલ્કત ગેરવલે થઈ ગઈ; તેથી ભોઈ લોકો, ગાડીવાળા અને ગધેડાવાળાઓના રેજગારમાં એટલો બધે વધારે થઈ પડ્યો કે, તેઓ પોતાની સાત દીવસની કમાણી (મજુરીનાં નાણાં) એ દીવસમાં મેળવવા લાગ્યા.
લખવા મતલબ કે, પહેલાંની લડાઈમાં હાર ખાધેલી હોવાથી સરદારોનાં દીલમાં બેદીલી અને અસ્થિરપણાએ વાસ કરેલ હોવાથી તેઓ કર્યો અને મુકામ કરવાની ચિંતામાં ગભરાઈ જઈ આકુળ વ્યાકુળ બની ગયા હતા. તે વિષેની મરેઠાઓને ખબર પડતાં તેઓ બહાદુર થઈને લુંટ ફાટ કરતા જગ્યાઓને ખેદાનમેદાન કરી ઉજડ કરતા શહેરથી બાર ગાઉ ઉપર આવેલા મહેમુદાબાદમાં આવી પહોંચ્યા અને હશિયાર ઘોડેસ્વારે શહેરથી ત્રણ ગાઉ ઉપર આવેલા બટુવા ગામ ઉપર ધાડ પાડી. અબ્દુલ હાદી તથા પેંદીમલ દીવાને આવી દક્ષિણી લોકોથી સિપાઈઓ કેવી રીતે લડશે તે વિષેની ખબર ઈબ્રાહીમખાનને આપી અને પોતે સ્વાર થઈને લશ્કરના પડાવમાં આવી પહોંચી સઘળું બરાબર જોયું, પણ સિપાઈઓમાં હિમ્મત તથા બહાદુરી દીઠી નહિ.
શ્રીમંત બાદશાહના જન્નતવાસી થવાની ખબર સઘળે ઠેકાણે ફેલાઈ ગઈ હતી. તેમના પછી બાદશાહજાદાઓમાંથી કોઈને રાજ્યાભિષેક કરેલો