________________
૫ ૩૮૮ ]
જ્યાં જતા ત્યાં ચોરોની પેઠે લુંટફાટ કર્યા સિવાય બીજું કંઈ પણ કરી શકતા નહતા. આ વખતે બાદશાહની પચાસ વર્ષની ઉમર થઈ ગઈ હતી. રાજ્ય કારકીર્દીમાં ફેર પડવા લાગ્યો હતો, અને હિંદુસ્તાનમાં કેટલીક ગડબડ અને ઉચાટ શરૂ થઈ ગયાં હતાં. આ જગ્યાએ એક કવિતાના અર્થમાં સમજાવેલ છે કે, “જે પુરૂષથી મુલકરૂપી ઘર આબાદ હતું તે જતો રહ્યો, અને એક દુન્યવી કારોબાર કે જે તેના ઉપર આધાર રાખે તે નર પણ ચાલતો થઈ ગયો.
વિશેષમાં સુબા વિગેરે જે જગ્યાએ તેવા બંદોબસ્તના કારણથી અને થાણદાર તથા ફોજદારોની નબળાઈના લીધે તાકાની કોળી લોકો અને રજપુતો એક લાકડીની માફક ઉજડ જગ્યામાં સંતાઈ બેઠા હતા તેઓએ ત્યાંથી બંડ કરવાને પોતાનાં માથાં ઊંચાં કર્યા, તેમાં વળી એ વધારે થયે કે દક્ષિણી લેક અબ્દુલ હમીદખાનના વખતમાં આ દેશનો સ્વાદ લઇ ગયા હતા તેથી મોટી સન્યા લઈ પોતાના વિચારને પૃપ્ત કરીને બાલાજી વિશ્વનાથ નામને ભાણસ ઝાબુઆને રસ્તે થઈ આ દેશ ભણી આવવાના ઇરાદાથી સઘળાં ઠેકાણું ઉજડ કરતે ગોધરે આવી પહોંચ્યો, તે વખતે ત્યાંની બક્ષિગીરી અને ફોજદારીની જગ્યા ઉપર નાયબ તરીકે મહમદ મુરાદખાન હતો, પણ પિતામાં લડવાની હિમ્મત ન જોઈ તેથી તે છાનામાને બેસી રહ્યો. તેમજ બીજા ઘણાખરા ફોજદારોએ પણ તેવી જ રીતે કર્યું. મરે. ઠાઓ આગળ વધી મુંધા (મહુધા) ગામઉપર ચઢી આવ્યા અને તે ગામને લુંટીને બાળી નાખ્યું. જેથી સને ૧૧૧૮ હિજરીના માહે સફર માસની છઠ્ઠી તારીખે મહેમુદાબાદના ખાજા અબ્દુલ હમીદખાને (સુબા દીવાને) રાખેલા અમલદાર તરફથી એવી ખબર જાહેર કરવામાં આવી કે, દક્ષિણલોકો નડિયાદ કબાની આ તરફ આવી પહોંચ્યા છે. આ હકિકત વિષે ઉપરા ઉપરી ખબરો મળવાથી તે ખરી માલુમ પડી અને તે પસરાઈ ગઇ. સુબાદિવાન તથા બક્ષિ-બને જણાએ ઇબ્રાહીમખાનની પાસે ઉતાવળે જ જાહેર કરી દીધું; તેમજ માલુમ પણ પડી આવ્યું કે, બાલાજી વિ શ્વનાથ સઘળા રૂપિયા કે જે અમાનતખાતાંના કહેવાય છે અને જે તેમની ભાષામાં ખંડણીના નામથી ઓળખાય છે તે રૂપિયા વસુલ કરવાને દાવો રાખે છે. જ્યારે ઇબ્રાહીમખાનને આ ખબર પડી ત્યારે બલિ મીર અબ્દુલ હાદી અને પિતાના દીવાન પેટીમલને પિતાના નવા રાખેલ સિપાઈઓની સાથે તૈયાર કર્યા અને બુરજા તથા વાડાનો બચાવ કરવાની હિમ્મત ધરી,