________________
[ ૩૮૮ ] નવા સુબા ઇબ્રાહીમખાનના સુબેગીરી ઉપર આવતાં સુધી હજુર હુકમ પ્રમાણે શાહજાદા મુહમ્મદ બેદાબક્તનું
આવી પહોંચવું
સને ૧૧૧૮ હિજરી. શાહજાદો મુહમ્મદ બેદારબખ્ત બહાદુર કે જે, આ તરફ આવવા માટે સરકારી ફરમાનને અનુસરીને નીકળેલો હતો તે જ્યારે સુબાની સર. હદ સુધી આવી પહોંચ્યો, ત્યારે સરકારી અધિકારીઓ તેમજ શહેરના મોટા મોટા ગૃહસ્થો તેને મળવા માટે સામા ગયા અને મન મજકુરના માહે રબીઉસ્સાની માસની છેલ્લી તારીખે જોષીઓએ ઠરાવેલા શુભ મુહુર્તને વખતે સાબરમતી ઉપર આવેલા શાહીબાગમાં બાદશાહજાદા બહાદુરની રહેવાની જગ્યાએ આવી મુકામ કર્યો અને સુબેગીરીનું કામ સ્વહસ્તક સંભાળી લઈ કારોબાર ચલાવવા લાગ્યો.
સૈયદ મુહમદઅલી કે જેને બાપ સૈયદ ઈદરીસના ભાન ભરેલા નામથી પ્રખ્યાત હતો તે નડિયાદની ફોજદારી અને બાવાયારાની થા
દારીથી દૂર થયેલો હતો તેને આ વખતે શાહજાદા બહાદુરની અરજ ઉપરથી પહેલાં પ્રમાણે પાછો કાયમ કરવામાં આવ્યો. મીર નોમાનખાન બક્ષિની ભલામણથી સોનખેડા (સંખેડા) બહાદુરપુરની ફોજદારી ઉપર નેર ખાન સજાઅતખાનીને નિમવામાં આવ્યો હતો તે વિષે શાહજાદા બહાદુર ઉપર એવો હુકમ આવ્યો કે, જો સારી ગોઠવણ ન કરી શકે તો તેની જગ્યાએ બીજા કોઈને ઠરાવ કરે. સુરતબંદરની મુસદીગીરી સાથે ખંભાતની મુસદીગીરી મેળવી દઈ તે ઉપર હજુરમાંથી અમાનતખાનને નિમવામાં આવ્યો. મુહમ્મદ બેગખાંએ પિતાની નાયબ સુબેગીરીના વખતમાં અમદાવાદની કિલ્લેદારી ઉપર પાંચસો માણસોની સાથે શેખ મુહ
મ્મદ જાહેદની નિમણુંક કરી હતી, પરંતુ જ્યારે તે વિષેની હકીક્ત હજુરના જાણવામાં આવી ત્યારે હુકમ થયો કે, તે (શહેરના) કિલ્લામાં સરકારમાંથી લશ્કર કે તપખાનાની સામગ્રી કદી પણ રાખવામાં આવી નથી તેથી મંજુર કરવામાં આવતી નથી. તે પછી મુહમ્મદ બેગખાનનું ઈડરના કિલ્લાને પિતાના તાબામાં લેવાનું લખાણ અને ખાજા અહમદના ત્રીશહજાર રૂપિયા શાહજાદાની સરકારમાં દાખલ કરવાનું સુબાના ખજા.